સુશાંત ડેથ કેસ:NCBએ નિકટના મિત્ર કુણાલ જાનીની ધરપકડ કરી; ડ્રગ્સ કેસમાં ફરાર હતો, રાજ કુંદ્રાનો પાર્ટનર પણ છે કુણાલ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુણાલ જાનીની ધરપકડથી ડ્રગ્સ કેસમાં મહત્ત્વના ઘટસ્ફોટ થાય તેવી શક્યતા

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આજે, 30 સપ્ટેમ્બરના રોજ બિઝનેસમેન કુણાલ જાનીની ધરપકડ કરી છે. કુણાલ તથા સુશાંત ખાસ મિત્રો હતા. કુણાલ લાંબા સમયથી ફરાર હતો. NCBએ મુંબઈના ખાર વિસ્તારમાંથી કુણાલની ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે કુણાલની ધરપકડ બાદ આ કેસમાં અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. NCBએ થોડાં સમય પહેલાં જ અર્જુન રામપાલની પ્રેમિકાના ભાઈની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.

મીડિયેટર તરીકે કામ કરતો
NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે કુણાલ જાની ડ્રગ્સ પેડલર્સ તથા ક્લાયન્ટની વચ્ચે મીડિયેટર તરીકે કામ કરતો હતો. કુણાલનું નામ કેટલાંક ડ્રગ્સ પેડલરની પૂછપરછમાં સામે આવ્યું હતું.

EDએ રિયા-કુનાલ વચ્ચેની ચેટ જાહેર કરી હતી
કુણાલ જાનીનું નામ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ દરમિયાન રિયાના ચેટ ગ્રુપમાં આવ્યું હતું. કુણાલ તથા રિયાએ ડ્રગ્સ અંગે ચેટમાં વાત કરી હતી.

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા સાથે જોડાયેલો છે
કુણાલ જાનીની મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રેસ્ટોરાં છે. આ રેસ્ટોરમાં શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા તથા રણજીત સિંહ બિન્દ્રા પાર્ટનર છે. ઉલ્લેખનીય છે કે રણજીત સિંહ બિન્દ્રાની ઈકબાલ મિર્ચી કેસમાં EDએ પૂછપરછ કરી હતી.

સિદ્ધાર્થ પિઠાનીની જામીન અરજી નકારાઈ છે
ગયા મહિને NDPS કોર્ટે સુશાંતના મિત્ર તથા ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની જામીન અરજી નકારી કાઢી હતી. સિદ્ધાર્થની હૈદરાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

રિયા-શૌવિક જેલમાં રહી ચૂક્યા છે
સિદ્ધાર્થ પિઠાની ઉપરાંત ડ્રગ્સ કેસમાં NCBએ સુશાંતની પ્રેમિકા રિયા, શૌવિકની સાથે સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત સહિત અનેક લોકોની ધરપકડ કરી છે. સુશાંતના રૂમ પાર્ટનર કેશવ તથા નીરજની ગયા મહિને પૂછપરછ કરવામાં આવી હતી. ગયા વર્ષે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ તથા શ્રદ્ધા કપૂરની પણ ડ્રગ્સ કેસમાં પૂછપરછ થઈ હતી.