નયનતારા-વિગ્નેશના વેડિંગ:લગ્ન બાદ વિગ્નેશે પત્નીને કિસ કરી, શાહરુખ ખાન લગ્નમાં હાજરી આપવા ખાસ ચેન્નઈ ગયો

ચેન્નઈ16 દિવસ પહેલા

બોલિવૂડ બાદ હવે ટોલિવૂડમાં લગ્ન થઈ રહ્યા છે. એક્ટ્રેસ નયનતારા લોંગ ટાઇમ બોયફ્રેન્ડ તથા ડિરેક્ટર વિગ્નેશ સિવન સાથે 9 જૂનના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્ન ચેન્નઈની નજીક આવેલા મહાબલિપુરમના રિસોર્ટમાં યોજાયા હતા. 10 જૂનના રોજ રિસેપ્શન છે. રિસેપ્શનમાં સાઉથ તથા બોલિવૂડ સેલેબ્સ સામેલ થશે.

20 બ્રાહ્મણોની હાજરીમાં લગ્ન કર્યા
ચેન્નઈના વિવિધ મંદિરોમાંથી 20 બ્રાહ્મણો આવ્યા હતા. આ 20 બ્રાહ્મણોએ હિંદુ વિધિ પ્રમાણે 9 જૂનના રોજ સવારે સાડા આઠ વાગે મંત્રોચ્ચાર શરૂ કર્યાં હતાં. 10.30 વાગે વિગ્નેશ તથા નયનતારાના લગ્ન થયા હતા.

\

શાહરુખ ખાન આવ્યો
શાહરુખ ખાનને થોડા સમય પહેલાં કોરોના થયો હતો. કોરોનામાંથી ઠીક થયા બાદ તે મહાબલિપુરમ આવ્યો છે. શાહરુખ તથા નયનતારા ફિલ્મ 'જવાન'માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને સાઉથ ડિરેક્ટર એટલી ડિરેક્ટ કરી રહ્યો છે.

લગ્નમાં આ સેલેબ્સ આવ્યા હતા લગ્નમાં શાહરુખ ખાન ઉપરાંત અજીત, સૂર્યા, બોની કપૂર, રજનીકાંત સહિતના સેલેબ્સ આવ્યા હતા.

તિરુપતિમાં લગ્ન થવના હતા
એક ઇન્ટરવ્યુમાં વિગ્નેશે કહ્યું હતું કે તે તથા નયનતારા તિરુપતિમાં લગ્ન કરવા માગતાં હતાં, જોકે ત્યાં તમામ મિત્રો તથા પરિવારના સભ્યોને લઈ જવા મુશ્કેલ હતા, આથી જ વેડિંગ સેરેમની ચેન્નઈની નજીક કરવાનો નિર્ણય લીધો.

તામિળનાડુના મુખ્યમંત્રીને પણ આમંત્રણ
નયનતારા તથા વિગ્નેશે તામિળનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તેમની સાથે નેતા ઉદયનિધિ સ્ટાલિન પણ હાજર હતા. આ મુલાકાતની તસવીર વાઇરલ થઈ હતી.

કપલની લવસ્ટોરી
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વિગ્નેશ તથા નયનતારાને સાથે કામ કરતાં કરતાં એકબીજા પ્રત્યે પ્રેમ થયો હતો. છ વર્ષના ડેટિંગ બાદ બંનેએ 25 માર્ચ, 2021ના રોજ સગાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે નયનતારા તથા પ્રભુદેવા વચ્ચે અફેર હતું, જોકે પછી આ સંબંધોનો અંત આવ્યો હતો.

નયનતારા-વિગ્નેશના અપકમિંગ પ્રોજેક્ટ
વિગ્નેશે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'કથુવાકુલા રેંડુકધલ' 28 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિજય સેતુપતિ, નયનતારા તથા સામંથા હતાં. નયનતારાની ફિલ્મ 'O2' ડિજિટલ પ્લેટફોર્મ પર 17 જૂને સ્ટ્રીમે થશે. ત્યાર બાદ તે વિગ્નેશની જ ફિલ્મ 'એકે 62'નું શૂટિંગ શરૂ કરશે. નયનતારા બોલિવૂડ એક્ટર શાહરુખની ફિલ્મ 'જવાન'માં પણ કામ કરી રહી છે.