નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવો એક્ટર છે, જેણે પાત્રને આત્મસાત કરવામાં માહિર છે. હાલમાં જ નવાઝે ફિલ્મ 'હડ્ડી'માં એવી કમાલ કરી છે કે ચાહકો પણ નવાઈમાં મૂકાઈ ગયા છે.
નવાઝનું ટ્રાન્સફોર્મેશન
નવાઝની ફિલ્મ 'હડ્ડી' હજી સુધી રિલીઝ થઈ નથી, પરંતુ આ ફિલ્મની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ ફિલ્મમાં નવાઝે ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવ્યું છે. આ રોલ માટે નવાઝે તનતોડ મહેનત કરી છે. હાલમાં જ નવાઝે ટ્રાન્સજેન્ડર કેવી રીતે બન્યો તે અંગેનો વીડિયો શૅર કર્યો હતો.
વીડિયોમાં નવાઝ મેકઅપ કરે છે. તે સતત ત્રણ કલાક સુધી બેસીને મેકઅપ કરાવે છે. ત્યારબાદ તે ટ્રાન્સજેન્ડરના રૂપમાં જોવા મળે છે. મેકઅપ બાદ નવાઝને જોઈને કોઈ એમ ના કહે કે તે નવાઝ છે. પહેલી નજરમાં તેને ઓળખવો મુશ્કેલ બની જાય છે.
ચાહકોએ રિએક્ટ કર્યું
આ પહેલાં નવાઝે 'હડ્ડી'નું પોસ્ટર શૅર કર્યું હતું. ચાહકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. હજી સુધી ડેટ ફાઇનલ થઈ નથી. ફિલ્મને અક્ષત અજય શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં નવાઝ ઉપરાંત અનુરાગ કશ્યપ, ઈલા અરુણ, શ્રીધર દૂબે જેવા કલાકારો છે. સંજય સાહા તથા રાધિકા નંદાએ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.