ડાઉન ટુ અર્થ:નવાઝુદ્દીન સિદ્દીકીએ ચાહક માટે સિક્યોરિટી ગાર્ડને અટકાવ્યો, સો.મીડિયા યુઝર્સે કહ્યું, 'ગોલ્ડન હાર્ટ'

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી માત્ર પોતાની એક્ટિંગને કારણે જાણીતો નથી, પરંતુ પોતાની વિનમ્રતાને કારણે પણ જાણીતો છે. નવાઝ ડાઉન ટૂ અર્થ એક્ટર્સમાંથી એક છે. હાલમાં જ નવાઝે મુંબઈના રસ્તા પર ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.

સિક્યોરિટીએ ચાહકને સેલ્ફી લેતાં અટકાવ્યો
નવાઝ તાજેતરમાં જ કાફેમાંથી બહાર આવતો હતો. આ દરમિયાન ચાહકો ભેગા થઈ ગયા હતા અને સેલ્ફી લેતા હતા. નવાઝના સિક્યોરિટી ગાર્ડે સેલ્ફી લેવાની ના પાડી હતી. આ જોઈને નવાઝે પોતાના ગાર્ડને કહ્યું હતું, 'ચાહકોને અટકાવો નહીં.'

ચાહકોએ વખાણ કર્યા
નવાઝનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. યુઝર્સે નવાઝને 'ગોલ્ડન હાર્ટ' કહ્યો છે. એકે કમેન્ટ કરી હતી, 'તે ખરેખર સારો છે.' અન્ય એકે કહ્યું હતું, 'તે ડાઉન ટુ અર્થ છે.' બીજાએ કમેન્ટ કરી હતી, 'તે ઘણો જ વિનમ્ર છે અને તે ચાહકોને પ્રેમ કરે છે.'

વર્કફ્રન્ટની વાત કરીએ તો નવાઝ હાલમાં જ ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી 2'માં જોવા મળ્યો હતો. નવાઝ હવે ફિલ્મ 'અદ્દભૂત', 'ટીકુ વેડ્સ શેરુ', 'નૂરાની ચહેરા', 'બોલે ચૂડિયાં', 'જોગીરા સારા રા રા', 'સંગીન' તથા 'અફવા'માં જોવા મળશે.