ડ્રગ્સ કેસમાં NCB vs NCP:નવાબ મલિકનો આરોપ ભાજપના મોટા નેતાના કહેવાથી 3 લોકોને છોડી મૂકવામાં આવ્યા, ક્રૂઝમાંથી 11ને પકડ્યા હતા

મુંબઈ7 દિવસ પહેલા
નવાબ મલિકના મતે, આ તસવીર 2 ઓક્ટોબરની છે, જેમાં ઋષભ સચદેવા (જમણી બાજુ) પોતાના પિતાની સાથે NCB ઓફિસની બહાર જોવા મળ્યો હતો
  • NCP મંત્રીએ ફરી એકવાર NCBની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી છે

મુંબઈ રેવ પાર્ટી કેસમાં ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પર ગંભીર આરોપો મૂક્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી મલિકે કહ્યું હતું કે NCBએ ટાર્ગેટ કરીને ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. 1300 લોકોમાંથી માત્ર 11 લોકોની જ અટકાયત કરવામાં આવ્યા હતા. આ તમામને પકડ્યા બાદ NCB ઓફિસ લાવવામાં આવ્યા હતા, જેમાં આર્યન, અરબાઝ તથા મુનમુન ધામેચા સહિત 8ને ઓફિસમાં રાખવામાં આવ્યા અને 3ને જવા દેવામાં આવ્યા હતા.

મલિકે આરોપ મૂક્યો છે કે NCBએ જે 3 લોકોને છોડી મૂક્યા, તેમાં એક ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા મોહિત કમ્બોજનો સાળો ઋષભ સચદેવા પણ છે. નવાબે પોતાની વાતની પુષ્ટિ કરવા માટે વીડિયો તથા તસવીરો શૅર કરી છે, જેમાં ઋષભ પોતાના પિતા તથા કાકાની સાથે NCB ઓફિસની બહાર જતો જોવા મળે છે. મલિકના મતે, મોહિતે પોતાનું નામ બદલીને મોહિત ભારતીય કર્યું છે.

NCBએ જે 3 લોકોને છોડી મૂક્યા, તેમાં એક ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા મોહિત કમ્બોજનો સાળો ઋષભ સચદેવા પણ છે, નવાબનો દાવો
NCBએ જે 3 લોકોને છોડી મૂક્યા, તેમાં એક ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા મોહિત કમ્બોજનો સાળો ઋષભ સચદેવા પણ છે, નવાબનો દાવો

મલિકના મતે, આર્યનને ટ્રેપ કરીને શિપ પર બોલાવવામાં આવ્યો હતો
મલિકે આગળ કહ્યું હતું કે NCBએ પ્રતીક ગાબા તથા આમિર ફર્નીચરવાલાની પણ અટકાયત કરી હતી. કોર્ટમાં જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે આ બંને નામની ચર્ચા થઈ હતી. આર્યને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે બંનેના કહેવાથી જ તે ક્રૂઝ પર આવ્યો હતો. મલિકે આગળ કહ્યું હતું કે આનાથી એક વાત સાબિત થાય છે કે બંનેએ ટ્રેપ કરીને આર્યનને ક્રૂઝ પર બોલાવ્યો હતો. વીડિયો રિલીઝ કરીને મલિકે કહ્યું હતું કે NCBએ આ બંનેને પણ જવા દીધા હતા.

પ્રતીક ગાબા તથા આર્યન ખાન
પ્રતીક ગાબા તથા આર્યન ખાન

નવાબ મલિકે કહ્યું, NCB આ 3ને કેમ છોડ્યા તેનું કારણ આપે?
નવાબ મલિકે NCB ચીફ સમીર વાનખેડેની કામ કરવાની પદ્ધતિ પર તીખા સવાલ કર્યા હતા અને કહ્યું હતું કે સમીર વાનખેડેએ સામે આવીને કહેવું જોઈએ કે તેમણે તે 3ને કેમ પકડ્યા હતા અને કેમ છોડ્યા હતા. તેમની પાસે પૂરતા પુરાવ છે કે ઋષદ સચદેવાને છોડાવવા માટે દિલ્હીથી મહારાષ્ટ્ર સહિતના નેતાઓએ ફોન કરીને આદેશ આપ્યો હતો. તે માગણી કરી છે કે વાનખેડે તાત્કાલિક આ અંગે ચોખવટ કરે. જ્યારે તપાસ વ્હોટ્સએપ ચેટ પર આગળ વધે છે તો શું NCB આ તમામના રેકોર્ડ્સ ચેક કરશે.

NCB ઓફિસની બહાર નીકળતો આમિર ફર્નીચરવાલા
NCB ઓફિસની બહાર નીકળતો આમિર ફર્નીચરવાલા

CM ઉદ્ધવ ઠાકરેને આ સમગ્ર કેસની તપાસ કરવાનો આગ્રહ કર્યો
મલિકે આગળ કહ્યું હતું કે દરોડાનું કામ પૂરી રીતે બનાવટી છે. સેલિબ્રિટી બોલાવવા માટે આ પ્લાન કરવામાં આવ્યું હતું. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આ અંગે તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે મુંબઈ, મહારાષ્ટ્ર પોલીસ. એન્ટિ નોર્કોટિક્સ સેલને તેમની કૉલ ડિટેલ આપવાની માગણી કરી છે. તેઓ આ કેસમાં સ્વતંત્ર તપાસ ઈચ્છે છે. તેમણે વાનખેડેની પણ કૉલ ડિટેલની તપાસ કરવાની વાત કરી હતી. તેમણે વાનખેડેને સવાલ કર્યો હતો કે તેમણે કહેવું જોઈએ કે તેમના કાકા ને પિતાજી NCB ઓફિસમાં આવ્યા હતા અને દીકરાને સાથે કેવી રીતે લઈને નીકળી ગયા.