ક્રૂઝ રેવ પાર્ટી:‘ક્રૂઝ પર NCBની સાથે ભાજપનો માણસ હતો, જે મુંદ્રા ડ્રગ્સ વખતે ગાંધીનગર હતો, આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ નથી મળ્યું’: NCPના નવાબ મલિકનો દાવો

મુંબઈ2 મહિનો પહેલા
ડાબે, નવાબ મલિક, NCBની ઓફિસમાં કેપી ગોસાવી સાથે આર્યન ખાન
  • નવાબ મલિકે NCB પર ગંભીર આરોપો મૂક્યા
  • NCBની કાર્યવાહી બનાવટી હોવાનું કહ્યું

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તા તથા મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિકે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પર ગંભીર આરોપો મૂક્યા છે. મલિકે કહ્યું હતું કે બોલિવૂડ એક્ટર શાહરુખના દીકરા આર્યન ખાન પાસેથી કોઈ પણ ડ્રગ્સ મળ્યું નથી. ભાજપ બોલિવૂડ તથા રાજ્ય સરકારને બદનામ કરવાનો શક્ય તેટલો પ્રયાસ કરી રહ્યું છે.

ડાબેથી, મનીષ ભાનુશાલી, કેપી ગોસાવી
ડાબેથી, મનીષ ભાનુશાલી, કેપી ગોસાવી

સામાન્ય માણસ NCBની ઓફિસમાં કેવી રીતે જાય?
મલિકે સવાલ કર્યો છે કે NCBની ઓફિસમાં બે વ્યક્તિઓ મનિષ ભાનુશાલી તથા કેપી ગોસાવી હતા. આ બંને આર્યન ખાન તથા અરબાઝ મર્ચન્ટને લઈ જતાં જોવા મળ્યા હતા. મનીષ ભાનુશાલી ભાજપ સાથે જોડાયેલો છે. તેની તસવીર વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ છે. NCBએ કહેવાની જરૂર છે કે તેના તથા ભાનુશાલી વચ્ચે શું સંબંધ છે?

નવાબ મલિકે ભાજપ પર આક્ષેપો કર્યા છે
નવાબ મલિકે ભાજપ પર આક્ષેપો કર્યા છે

શું બોલ્યા નવાબ મલિક?
નવાબ મલિકે કહ્યું હતું કે થોડાં દિવસ પહેલાં NCBએ ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન એક વ્યક્તિ આર્યન ખાનને લઈને જતો હોય છે. આટલું જ નહીં, તે વ્યક્તિએ આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી અને આ સેલ્ફી સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ હતી. જોકે, પછી NCBએ સ્પષ્ટતા કરી હતી કે આ તેમનો અધિકારી નથી. NCBએ કહેવાની જરૂર છે કે આ વ્યક્તિ કોણ છે. કેપી ગોસાવીના સંબંધો ઝોનલ ડિરેક્ટર સાથે શું સંબંધ છે. NCBએ આનો જવાબ આપવાની જરૂર છે. અંતે બે વ્યક્તિઓ NCBની ઓફિસમાં કેવી રીતે આવી શકે? તેમને આ અધિકાર કોણે આપ્યા?

નવાબ મલિકના NCBને તીખા સવાલ
નવાબ મલિકે કહ્યું હતું કે NCBએ કેટલીક તસવીરો રિલીઝ કરી હતી, જેમાં ડ્રગ્સ દેખાતું હતું. જોકે, આ તસવીર દિલ્હી NCB તરફથી બતાવવામાં આવી હતી. આ તસવીર ઝોનલ ડિરેક્ટર ઓફિસની છે.

NCBની ઓફિસમાં કેપી ગોસાવીએ આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી
NCBની ઓફિસમાં કેપી ગોસાવીએ આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી

ભાજપ બદનામ કરે છે
નવાબ મલિકે આરોપ મૂક્યો હતો કે ભાજપ બોલિવૂડ તથા રાજ્ય સરકારને બદનામ કરે છે. 21 સપ્ટેમ્બરના રોજ મનીષ ભાનુશાલી દિલ્હીમાં કેટલાંક મંત્રીઓના ઘરે હતો. પછી 22મીએ ગાંધીનગર આવ્યો. 21-22 સપ્ટેમ્બરે જ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. તે 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હતો અને ત્યાં તે કોને-કોને મળ્યો? ત્યારબાદ તે મુંબઈ કેમ આવ્યો હતો? NCB અને ભાનુશાલી વચ્ચે શું કનેક્શન છે? ભાનુશાલી તથા ભાજપ વચ્ચે શું સંબંધો છે?

ક્રૂઝ પર કોઈ ડ્રગ્સ નહોતું
વધુમાં નવાબે આરોપ મૂક્યો છે કે તે ફરી કહે છે કે ટર્મિનલ તથા ક્રૂઝ શિપમાંથી ડ્રગ્સ મળ્યું નથી. સમીર વાનખેડે (મુંબઈ NCBના વડા)ના ટેબલ પર ફોટોશૂટ કરીને નકલી રીતે ડ્રગ્સ બતાવવામાં આવ્યું છો. ગોસાવી મોટો ફ્રોડ છે. તેના વિરુદ્ધ પૂનામાં કેસ દાખલ છે. ગોસાવીએ પોતાના સ્ટેટ્સમાં વાનખેડે સાથેની તસવીર હટાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગોસાવીની સો.મીડિયા પ્રોફાઇલ પરથી તે પ્રાઇવેટ ડિટેક્ટવ હોવાનું જાણવા મળે છે. નોકરી માટે 3 લાખ રૂપિયા લીધા હોવાનો કેસ કરવામાં આવ્યો છે.

ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ NCBએ ડ્રગ્સ કેટલું જપ્ત કર્યું, તેની આ તસવીર રિલીઝ કરી હતી
ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ NCBએ ડ્રગ્સ કેટલું જપ્ત કર્યું, તેની આ તસવીર રિલીઝ કરી હતી

સમાચારો પ્લાન્ટ કરવામાં આવે છે
નવાબે કહ્યું હતું કે દેશને નશાથી મુક્ત રાખવા માટે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટેન્સિસ એક્ટ 1985)ની રચના કરી હતી અને સેન્ટ્રલ એજન્સી NCB બનાવી હતી અને આ સાથે જ રાજ્ય પોલીસને પણ અધિકારો આપ્યા હતા. NCBના કાર્ય પર છેલ્લાં 36 વર્ષથી શંકા કરવામાં આવી નથી, પરંતુ હવે એવું નથી. મહારાષ્ટ્ર-ગોવાના ઝોનલ ઓફિસર અહીંયા મુંબઈના બેલાર્ડ સ્ટેટમાં આવેલા બંગલામાં રહે છે. અહીંયા એક વર્ષથી મીડિયાના રિપોર્ટર આવતા રહે છે. બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી અહીંયાથી સમાચાર પ્લાન્ટ કરવામાં આવે છે. બોલિવૂડને બોલાવીને તેમને બદનામ કરવામાં આવે છે. એવો માહોલ બનાવવામાં આવ્યો કે આખું બોલિવૂડ ડ્રગ્સમાં ફસાયેલું છે.

ભાજપે વળતો સવાલ કર્યો
ભાજપના ધારાસભ્ય રામકદમે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર NCB અધિકારીઓનું અપમાન કરે છે. જે અધિકારીઓ ડ્રગ્સ વિરુદ્ધ કામ કરે છે, તેને સરકાર શા માટે પસંદ કરતી નથી. રાજકારણ રમવા માટે અન્ય ઘણાં કારણો છે, પરંતુ ડ્રગ્સના મુદ્દે રાજકારણ રમવું જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...