67મો નેશનલ ફિલ્મ અવોર્ડ્સ:'મણિકર્ણિકા' તથા 'પંગા' માટે કંગના બેસ્ટ એક્ટ્રેસ, મનોજ વાજપેયી-ધનુષને બેસ્ટ એક્ટરનો અવોર્ડ

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • રજનીકાંતને દાદાસાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

દિલ્હીમાં આજે, 25 ઓક્ટોબરના રોજ 67મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ આપવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિજેતાઓને અવોર્ડ આપ્યા હતા. કંગનાને ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' તથા 'પંગા' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ આપવામાં આવ્યો છે. મનોજ વાજપેયીને 'ભોંસલે' તથા ધનુષને 'અસુરન' માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ સાથે આપવામાં આવ્યો છે.

કંગનાએ સો.મીડિયામાં તસવીર શૅર કરી
કંગનાએ અવોર્ડ સેરમની દરમિયાન રેડ તથા ગોલ્ડન સિલ્ક સાડી સાથે હેવી ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. કંગનાએ ચાંદલો તથા વેણી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આજે હું 'મણિકર્ણિકા' તથા 'પંગા' માટે જોઇન્ટ નેશનલ અવોર્ડ લેવા જઈ રહી છું. મેં 'મણિકર્ણિકા' કો-ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની ટીમનો આભાર માનું છું.'

રજનીકાંતને સન્માનિત કરાયા
સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે અવોર્ડથઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના મિત્ર તથા બસ ડ્રાઇવર રાજબહાદુરનો આભાર માન્યો હતો. રાજબહાદુરને કારણે રજનીકાંત ફિલ્મમાં આવ્યા હતા. રજનીકાંતને જ્યારે અવોર્ડ આપવામાં આવ્યો ત્યારે બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. રજનીકાંત જ્યારે અવોર્ડ લેવા ગયા ત્યારે તેમની દીકરી ઐશ્વર્યા તથા જમાઈ ધનુષ તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા.

નોન ફીચર ફિલ્મ કેટેગરી
બેસ્ટ નેરેશનઃ વાઈલ્ડ કર્ણાટક, સર ડેવિડ એટેનબરો
બેસ્ટ એડિટિંગઃ શટ અપ સોના, અર્જુન ગોરીસરિયા
બેસ્ટ ઓડિયોગ્રાફીઃ રાધા (મ્યુઝિકલ)
બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મઃ કસ્ટડી
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈશ્યૂઃ હોલી રાઈટ્સ (હિંદી), લાડલી (હિંદી)
બેસ્ટ ઈન્વેસ્ટિગેશન ફિલ્મઃ જક્કાલ
બેસ્ટ એજ્યુકેશનલ ફિલ્મઃ એપ્પલ એન્ડ ઓરેન્જ
બેસ્ટ એન્વાયરમેન્ટ ફિલ્મઃધ સ્ટ્રોક સેવિયર્સ
બેસ્ટ પ્રમોશનલ ફિલ્મઃ ધ શોવર
બેસ્ટ આર્ટ્સ એન્ડ કલ્ચર ફિલ્મઃ શ્રીક્ષેત્ર-રૂ-સહિજાતા
બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ધ ડિરેક્ટરઃ ખિસા
બેસ્ટ નોન ફીચર ફિલ્મ: એન એન્જિનિયર ડ્રીમફીચર

ફીચર ફિલ્મ કેટેગરીઃ
બેસ્ટ હિન્દી ફિલ્મઃ છિછોરે
સ્પેશિયલ મેન્શન અવોર્ડઃ બિરિયાની (મલયાલમ), જોનકી પરુઆ (અસમી), લતા ભગવાન કરે (મરાઠી), પિકાસો (મરાઠી)
બેસ્ટ કોરિયોગ્રાફીઃ મહર્ષિ
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શનઃ જયેષ્ઠોપુત્રો
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ હેલેન
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ આનંદી ગોપાલ
બેસ્ટ સ્ટંટઃ અવાને શ્રીમાન નારાયણ
બેસ્ટ લિરિક્સઃ કોલામ્બી
બેસ્ટ એડિટિંગઃ જર્સી
બેસ્ટ ઓડિયોગ્રાફીઃ લેવદૂહ
બેસ્ટ ઓટોબાયોગ્રાફીઃ ખાસી
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ જ્યેષ્ઠોપુત્રી
બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેઃ ગુમનામી
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ જલિકટ્ટુ
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃ બાર્ડો
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કેસરી, તેરી મિટ્ટી
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ પલ્લવી જોષી (ધ તાશકંદ ફાઈલ્સ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ વિજય સેથુપથી (સુપર ડિલક્સ)
બેસ્ટ એક્ટરઃ મનોજ વાજપેઈ (ભોસલે) ધનુષ (અસુરન)
બેસ્ટ એક્ટ્રેસઃ કંગના રનૌત (મણિકર્ણિકા, પંગા)
બેસ્ટ ડિરેક્શનઃ સંજય પૂરણ સિંહ (બહત્તર હૂરેં)
બેસ્ટ ફીચર ફિલ્મઃ મરક્કન લાયન ઓફ ધ અરેબિયન સી
બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મઃ કસ્તૂરી
બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરમેન્ટ કન્વર્ઝેશનઃ વોટર બુરિયલ
ઈન્ડિરા ગાંધી અવોર્ડ ફોર બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટરઃ હેલન
બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટઃ નાગા વિશાલ, (કેડી, તમિળ ફિલ્મ) બેસ્ટ ડાયલોગ રાઈટરઃ ધ તાશકંદ ફાઈલ્સ

સામાન્ય રીતે નેશનલ અવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. જોકે, 66મો નેશનલ અવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આપ્યો હતો અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓ સાથે હાઇ ટીનું આયોજન કર્યું હતું.