તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોણ છે વરુણની દુલ્હનિયા:ફેશન ડિઝાઈનર છે નતાશા દલાલ, છઠ્ઠા ધોરણમાં વરુણ ધવન સાથે મિત્રતા થઇ હતી જે પ્રેમમાં પરિણમી

8 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ લગ્ન કરી રહ્યો છે. બંનેના લગ્ન હિન્દૂ રીતિ રિવાજથી અલીબાગના મેંશન હાઉસમાં થશે. બંનેના લગ્નને લઈને ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા પણ હવે લગ્નની તૈયારીઓના ફોટો સામે આવ્યા બાદ આ વાત સ્પષ્ટ થઇ ગઈ છે. કોણ છે વરુણની દુલ્હનિયા નતાશા દલાલ. આવો જાણીએ..

ફેશન ડિઝાઈનર છે નતાશા દલાલ

28 વર્ષની નતાશા ફેશન ડિઝાઈનર છે. તેણે ન્યૂયોર્કથી ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સ્ટડી પછી નતાશાએ ઇન્ડિયા આવીને 2013માં પોતાનું ડિઝાઇન લેબલ 'નતાશા દલાલ' શરૂ કર્યું છે જે ખાસકરીને બ્રાઇડલ વેર જેવા વેડિંગ ચણીયા ચોલી, ગાઉન વગેરે ડિઝાઇન કરે છે.

બાળપણથી સાથે છે નતાશા- વરુણ
એક ઇન્ટરવ્યૂમાં નતાશાએ વરુણ વિશે જણાવ્યું હતું કે, વરુણ અને હું એક જ સ્કૂલમાં ભણતા હતા. અમે મિત્રો હતા જ્યાં સુધી અમે 20 વર્ષ આસપાસના હતા. મને યાદ છે, અમે ડેટિંગ શરૂ કર્યું હતું જ્યારે અમે એકબીજાથી દૂર રહેવા લાગ્યા હતા. દૂર રહીને અમને ખ્યાલ આવ્યો કે અમારા રિલેશન મિત્રતાથી વધુ છે.

છઠ્ઠા ધોરણમાં થઇ હતી પહેલી મુલાકાત
હાલમાં જ કરીના કપૂરના રેડિયો ચેટ શો 'વ્હોટ વુમન વોન્ટ'માં વરુણે નતાશા સાથેના બોન્ડિંગ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'નતાશાને હું પહેલીવાર છઠ્ઠા ધોરણમાં મળ્યો હતો. ત્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા ન હતા. અમે 12મા ધોરણ સુધી માત્ર ક્લોઝ ફ્રેન્ડ હતા. એક વખત સ્કૂલમાં લંચ બ્રેક હતો, હું બાસ્કેટબોલ કોર્ટમાં હતો ત્યારે મેં નતાશાને ત્યાંથી પસાર થતા જોઈ, મને લાગે છે કે તે જ ક્ષણ હતી જ્યારે મને તેની સાથે પ્રેમ થઇ ગયો.'