રિએક્શન:નસીરુદ્દીન શાહે કહ્યું, સલમાન-આમિર ને શાહરુખ ખાન પાસે ગુમાવવા માટે ઘણું બધું હોવાથી તેઓ રાજકીય મુદ્દે મૌન રહે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહ રાજકીયથી લઈ સોશિયલ મુદ્દા પર બોલવા માટે જાણીતા છે. હાલમાં જ તેમણે બોલિવૂડના ત્રણ ખાન સલમાન, શાહરુખ તથા આમિરની ચુપ્પી અંગે વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ત્રણેય ખાન શા માટે રાજકીય મુદ્દે ચૂપ રહે છે.

ત્રણેય ખાન પાસે ગુમાવવા માટે ઘણું બધું છે
નસીરુદ્દીન શાહે 'NDTV'ને આપેલા ઇન્ટરવ્યૂમાં ત્રણેય ખાનના મૌન અંગે સવાલ કરતાં કહ્યું હતું, 'હું તેમના માટે બોલી શકું નહીં. તેઓ જે પોઝિશનમાં છે, તે પોઝિશનમાં હું નથી. મને લાગે છે કે જો તેઓ બોલશે તો તેઓ ઘણું બધું દાવ પર લગાવશે, પરંતુ ખબર નહીં તે લોકો પોતાની અંતરરાત્મા સાથે કેવી રીતે સમાધાન કરતાં હશે. તેમની પાસે ગુમાવવા માટે ઘણું છે.'

નસીરુદ્દીન શાહે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસનું ઉદાહરણ આપતાં કહ્યું હતું, 'શાહરુખની સાથે જે પણ થયું અને તે તેણે જે મર્યાદા સાથે સહન કર્યં તે કાબિલ-એ-તારીફ છે. તે માત્ર વિચ-હંટ હતું. તેણે પોતાનું મોં બંધ રાખ્યું. બસ તેણે તૃણમૂલ તથા મમતા બેનર્જીને સપોર્ટ કર્યો. સોનુ સૂદના ત્યાં દરોડા પડ્યા. બની શકે કે આગામી નંબર મારો હોય, પણ તેમને મારી પાસેથી કંઈ નહીં મળે.'

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ખોટી ગણાવી
નસીરુદ્દીન શાહે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર કાશ્મીરી હિંદુઓ તથા પંડિતોની સુરક્ષા-પુનર્વાસ સુનિશ્ચિત કરવાને બદલે આને પ્રોત્સાહન આપે છે.

અન્ય સમાચારો પણ છે...