તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન પર નસીરુદ્દીન શાહના શબ્દો:બોલિવૂડના મૌન પર કહ્યું, ‘ધુરંધરોએ તેમની 7 પેઢી ખાઈ શકે એટલી કમાણી કરી છે, તો પછી તેમને શું ખોવાનો ડર છે?’

એક મહિનો પહેલા

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન પર બોલિવૂડના દિગ્ગજોના મૌન પર નસીરુદ્દીન શાહે શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા ધુરંધર લોકો છે, તેઓ ચૂપચાપ બેઠા છે. તેમને લાગે છે કે બોલશે તો ઘણુંબધું ખોઈ શકે છે. અરે ભાઈ, તમે આટલાબધા રૂપિયા કમાયા છો કે 7 પેઢી બેસીને ખાઈ શકે છે; તો શું ખોવાનો ડર છે?’

‘ચૂપ રહેવું એ અત્યાચાર કરનારા લોકોનો પક્ષ લીધા સમાન છે’
જમીલ ગુલરેઝને આપેલા ઇન્ટરવ્યુમાં નસીરૂદ્દીને કહ્યું, ‘જ્યારે બધું પૂરું થઈ જશે ત્યારે તમને તમારા દુશ્મનોનો ઘોંઘાટ નહિ સંભળાય. તમને તમારા મિત્રોનું મૌન વધારે ખૂંચશે. આપણે એવું ના કહી શકીએ કે જો ખેડૂતો હાડ થિજાવતી ઠંડીમાં પણ ત્યાં બેઠા છે તો મને કોઈ ફરક પડતો નથી. મને આશા છે કે ખેડૂતોનું આ આંદોલન ફેલાશે અને એમાં સામાન્ય પ્રજા પણ સામેલ થશે. એ થવાનું જ છે. હું એવું માનું છું કે ચૂપ રહેવું એ અત્યાચાર કરનારા લોકોનો પક્ષ લીધા સમાન છે.’​​​​​​​

દેશની હાલની સ્થિતિ વર્ણવી

નસીરુદ્દીન શાહે દેશમાં હાલના વાતાવરણ વિશે જણાવ્યું, ‘જો આજના સમયે પણ આપણે કહી દઈએ કે અમે હિન્દુસ્તાની ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તો તમને એન્ટી-નેશનલ બનાવી દેવામાં આવશે. એવું પણ કહેશું કે આપણે હિન્દુસ્તાની એકબીજાની ચિંતા કરતા નથી તો તમે ગદ્દાર થઈ જશો. મને હિન્દી ફિલ્મો ગમતી નથી આવું કહેશો તો પણ ગદ્દારનું બિરુદ મળશે. તમારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ એવું કહેશે.’

શાહીનબાગ આંદોલન પૂરું કરવા લોકડાઉન જાહેર કર્યું હતું
આગળ નસીરે કહ્યું, ‘કોવિડ દરમિયાન 2-4 કલાકનો સમય આપીને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. આ યોગ્ય હતું કે નહિ એ ખબર નથી. બધાના પોતાના વિચારો હોય છે, પરંતુ શાહીનબાગ આંદોલનને વિખેરવા માટે આ જરૂરી હતું. બહુ જોરદાર ચાલ હતી. હવે બર્ડફ્લૂ ફેલાયું છે તો મને લાગે છે ખેડૂત આંદોલનને વિખેરવા આ બહાનું સરકારને બહુ કામમાં આવશે.’

‘લવ-જેહાદનો તમાશો ચાલી રહ્યો છે’
‘ઉત્તરપ્રદેશમાં લવ-જેહાદનો તમાશો ચાલી રહ્યો છે. જે લોકો જુમલો કરે છે તેમને આનો અર્થ જ ખબર નથી. બીજી વાત એ કે હું નથી માનતો કે કોઈ એટલું બધું મૂર્ખ હશે કે તેને લાગશે કે એક દિવસ આ દેશમાં હિન્દુઓ કરતાં મુસલમાનોની સંખ્યા વધી જશે. આ માટે મુસલમાને કેટલી સ્પીડે બાળકોને જન્મ આપવા પડશે? આ વાત એકદમ ખોટી છે. એમાં કોઈ વિશ્વાસ નહિ કરે. લવ-જેહાદનો જે તમાશો કરવામાં આવ્યો છે એ માત્ર હિન્દુઓ અને મુસલમાનોનું સોશિયલ ઇન્ટરેક્શન બંધ કરવા છે, જેથી તમે લગ્ન વિશે વિચારો નહિ. એકબીજાને મળવાનું આપણે બંધ કરી દઈશું. આ જ તેમના પ્રયત્નો છે.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો