તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક કલાકાર એડમિટ:નસીરુદ્દીન શાહ છેલ્લાં બે દિવસથી હોસ્પિટલમાં દાખલ, ન્યુમોનિયા બાદ ફેફસામાંથી પેચ મળ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • નસીરુદ્દીન શાહની તબિયત સ્થિર

બોલિવૂડના વરિષ્ઠ એક્ટર નસીરુદ્દીન શાહ છેલ્લાં 2 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. તેમને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારને પણ આજે (30 જૂન) હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

ન્યુમોનિયા બાદ દાખલ કરવામાં આવ્યા
નસીરુદ્દીન શાહને ન્યુમોનિયા થયો છે અને ફેફેસાંમાં પેચ પણ મળી આવ્યો છે. હોસ્પિટલમાં નસીરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠક તથા સંતાનો પણ છે. નસીરુદ્દીન શાહના મેનેજરે કહ્યું હતું કે તેઓ બે દિવસથી હોસ્પિટલમાં છે. ડૉક્ટર્સ સતત દેખરેખ રાખી રહ્યાં છે. ન્યુમોનિયા હોવાને કારણે તેમને એડમિટ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં તેમના ફેફસામાં પેચ પણ મળ્યો હતો અને તેથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હતી. તેમની સ્થિતિ અત્યારે સ્થિર છે. સારવારની તેમના પર અસર થઈ રહી છે.

ગયા વર્ષે બીમાર હોવાની અફવા ઉડી હતી
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં નસીરુદ્દીન શાહ બીમાર હોવાની અફવા ઉડી હતી. ત્યારબાદ તેમના દીકરા વિવાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તબિયત સારી હોવાનું કહ્યું હતું. વિવાને કહ્યું હતું, 'બધું બરાબર છે. બાબા ઠીક છે. તેમના સ્વાસ્થ્યને લઈને ફરતી અફવાઓ ખોટી છે. તે એકદમ સ્વસ્થ છે. ઈરફાન ભાઈ અને ચિન્ટુજી માટે પ્રાર્થના કરીને તેમને યાદ કરે છે. તેમના પરિવારની સહાનુભૂતિ. આ આપણા બધા માટે મોટું નુકસાન છે.'

100થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે
70 વર્ષીય નસીરુદ્દીન શાહે 1975માં ફિલ્મ 'નિશાંત'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 100થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે નસીરુદ્દીન શાહ 'રામપ્રસાદ કી તેરહવી'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને સીમા પાહવાએ ડિરેક્ટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...