તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:નસીરુદ્દીન શાહને રજા આપવામાં આવી, દીકરાએ પેરેન્ટ્સની તસવીર શૅર કરી

મુંબઈ19 દિવસ પહેલા
  • 70 વર્ષીય નસીરુદ્દીન શાહને ન્યુમોનિયા થયો હતો અને ફેફસાંમાંથી પેચ મળ્યો હતો

દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહને 30 જૂનના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને સાત જુલાઈએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમના દીકરા વિવાને સો.મીડિયામાં પેરેન્ટ્સની તસવીર શૅર કરી છે. તસવીરમાં નસીરુદ્દીન શાહ પત્ની રત્ના સાથે જોવા મળે છે. આ તસવીર સાથે વિવાને કહ્યું હતું, 'આજે સવારે જ રજા મળી. ઘરે પરત.'

ન્યુમોનિયા થયો હતો
70 વર્ષીય નસીરુદ્દીન શાહને ન્યુમોનિયા થયો હતો અને ફેફેસાંમાં પેચ પણ મળી આવ્યો હતો. હોસ્પિટલમાં નસીરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠક તથા સંતાનો હતા. નસીરુદ્દીન શાહને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

100થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે
70 વર્ષીય નસીરુદ્દીન શાહે 1975માં ફિલ્મ 'નિશાંત'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 100થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે નસીરુદ્દીન શાહ 'રામપ્રસાદ કી તેરહવી'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને સીમા પાહવાએ ડિરેક્ટ કરી હતી.