બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહને ઓનોમેટોમેનિયા નામની બીમારી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બીમારીમાં તેઓ શાંતિથી રહી શકતા નથી અને પોતાની વાતો વારંવાર રિપીટ કરે છે.
બીમારીનો અર્થ અને તેમાં પડતી મુશ્કેલી
ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે બીમારીનો અર્થ તથા તેને કારણે પડતી મુશ્કેલી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'આ એક મેડિકલ કન્ડિશન છે. હું મજાક નથી કરતો, તમે ઈચ્છો તો ડિક્શનરી પણ ચેક કરી શકો છો. આ એક એવી પરિસ્થિતિ છે, જેમાં તમે શબ્દ કે વાક્યો કારણ વગર રિપીટ કરો છે, પરંતુ તમે જે વાક્યો સંભળાવવા માગો છે તે જ બોલે રાખો છે. હું હંમેશાં આવું કરતો રહું છું. ક્યારેય શાંતિથી બેસી શકતો નથી. ત્યાં સુધી કે જ્યારે સૂતો હોઉં છું, ત્યારે પણ મારો મનગમતો પેરેગ્રાફ રિપીટ કરતો હોઉં છું.'
પત્ની ને મારો રીડિંગ ટેસ્ટ અલગ
નસીરે પત્ની અંગે વાત કરતાં કહ્યું હતું, 'પુસ્તક વાંચવામાં મારો ને રત્નાનો ટેસ્ટ અલગ છે. અમારું બુક લિસ્ટ પણ અલગ છે. એમે બંને એકબીજાને ભાગ્યે જ બુક રેકમેન્ડ કરીએ છીએ અને વાંચીએ છીએ.' ઉલ્લેખનીય છે કે હાલમાં જ નસીરુદ્દીન શાહ તથા રત્ની પાઠક એક્ટર પંકજ કપૂર-સુપ્રિયા પાઠકની દીકરીના લગ્નમાં જોવા મળ્યા હતા. સુપ્રિયા તથા રત્ના બહેનો છે.
નસીરુદ્દીન શાહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ 'ગહરાઇયા'માં જોવા મળ્યા હતા. આ પહેલાં તેઓ વેબ શો 'કૌન બનેગા શિખરાવટી'માં જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.