તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Nargis Made An Announcement And Asked For A Suggestion For Her Son's Name, Sanjay Dutt's Name Was Given By A Newspaper Reader, Three Incidents In Her Life When Sanjay Got Out Of Trouble

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચામાં:નરગિસે જાહેરાત આપીને પુત્રના નામ માટે સૂચન મગાવેલાં, 'સંજય' નામ અખબારના એક વાચકે આપ્યું હતું, જિંદગીની આ ત્રણ કઠિન ઘટના, જેમાંથી સંજય બહાર આવ્યો

મુંબઈ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
સંજય દત્ત હોલિવૂડ એક્ટર આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગરની ફિટનેસથી પ્રેરિત છે. ડ્રગ્સ છોડ્યા પછી તેણે પોતાનું ધ્યાન ફિટનેસ પર આપવાનું શરૂ કર્યું હતું. તસવીર સાભાર : સંજય દત્ત: વન મેન મેની લાઈવ્સ. - Divya Bhaskar
સંજય દત્ત હોલિવૂડ એક્ટર આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગરની ફિટનેસથી પ્રેરિત છે. ડ્રગ્સ છોડ્યા પછી તેણે પોતાનું ધ્યાન ફિટનેસ પર આપવાનું શરૂ કર્યું હતું. તસવીર સાભાર : સંજય દત્ત: વન મેન મેની લાઈવ્સ.
 • સંજય દત્ત હાલ ચર્ચામાં છે, કેમ કે કેન્સરથી સાજા થઈ ગયા છે

61 વર્ષના સંજય દત્ત કેન્સર સામેનો જંગ જીતી ચૂક્યા છે. તેમણે બુધવારે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સૌનો આભાર માનતી એક પોસ્ટ શૅર કરી. 21 ઓક્ટોબરે તેમના જોડકાં સંતાનો- ઇકરા અને શહરાનનો બર્થડે પણ હતો. સંજયે કહ્યું હતું કે સારું સ્વાસ્થ્ય તેમના પરિવાર માટે સૌથી મોટી ભેટ છે. રિપોર્ટ્સ મુજબ, સંજય ફેફ્સાંના કેન્સરના ત્રીજા સ્ટેજ પર હતા. મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. સંજયનો પરિવાર હાલ દુબઇમાં છે. તેઓ બાળકોના જન્મદિનની ઉજવણીમાં વિડિયો-કૉલ દ્વારા જોડાયાં. આ અગાઉ ગત 11 ઓગસ્ટે તેમણે સોશિયલ મીડિયા દ્વારા જ પોતાની બીમારીની વાત જણાવી હતી.

ડ્રગ્સ, અપરાધ, સંબંધો અને ફિલ્મી કરિયર વચ્ચે સંજય દત્તની જિંદગી રોલરકોસ્ટર રાઇડ જેવી રહી છે. બાળપણથી બળવાખોર રહેલા સંજય એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની જૂની ભૂલોને તેઓ સ્વીકારે છે. જિંદગીનાં કાળાં વાદળો દૂર થઇ ગયાં છે, હવે તેઓ શાંતિથી જીવવા માગે છે. સંજય પત્ની માન્યતા સાથે મળીને સંજય દત્ત પ્રોડક્શન્સ પ્રા. લિ. નામની કંપની ચલાવે છે. આ પ્રોડક્શન હાઉસ બૉલિવૂડ તથા રીજનલ સિનેમાની સાથોસાથ ડિજિટલ અને ટીવી કન્ટેન્ટ પણ બનાવી રહ્યું છે.

પરિવાર : જીવન ઉતાર-ચઢાવવાળું, માતા નરગિસ સૌથી નજીક
સુનીલ દત્ત અને નરગિસે અખબારમાં જાહેરાત આપી વાચકો પાસેથી તેમને થનારા બાળકનું નામ સૂચવવા અપીલ કરી હતી. આ સૂચનમાં નરગિસને સંજય નામ સૌથી વધુ પસંદ આવ્યું હતું. સંજય દત્ત : વન મેન, મેની લાઈવ્સ પુસ્તકમાં એનો ઉલ્લેખ છે. સંજય પોતાના પિતા કરતાં માતા નરગિસની વધુ નજીક હતો. સંજયના ટીના મુનીમ સાથેના સંબંધોથી વિવાદ પણ થયો હતો. ટીના સાથે તેના બે વર્ષ સંબંધ રહ્યા. ટીનાને કારણે રિષી કપૂર સાથે પણ તેને ઝઘડો થયો હતો. ત્યાર પછી સંજયે રિચા શર્મા સાથે 1987માં લગ્ન કર્યા. તેમને એક પુત્રી ત્રિશલા છે. 1996માં રિચાનું અવસાન થયું. ત્યાર બાદ તેણે 1998માં મોડલ રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા. છૂટાછેડા પછી 2008માં તેણે માન્યતા સાથે લગ્ન કર્યા.

કરિયર : રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું, 185 ફિલ્મમાં કામ કર્યું
સંજયે 1972માં પ્રથમવાર પિતાની ફિલ્મ રેશ્મા ઔર શેરામાં બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. અભિનેતા તરીકે તેની પહેલી ફિલ્મ રોકી હતી. સંજય દત્તની બેડ બોયવાળી છબિ 2003માં આવેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસથી બદલાઈ. એ પહેલાં 1999માં વાસ્તવ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી હતી. એ બંને ફિલ્મ માટે સંજયને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મે સંજયની છબિ બદલી નાખી. પોતાના કરિયરમાં સંજયે 185 ફિલ્મમાં કામ કર્યું છે. 2009માં સંજયે રાજકારણમાં પણ ડગલાં માંડ્યાં હતાં. સમાજવાદી પાર્ટી તરફથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ઉમેદવારી રદ કરી હતી.

જિંદગીની ત્રણ કઠિન ઘટના, જેમાંથી સંજય બહાર આવ્યો

1. ડ્રગ્સ : 9 વર્ષ સુધી ડ્રગ્સના નશામાં રહ્યો
સંજયે 9 વર્ષ સુધી ડ્રગ્સ લીધું. ફિલ્મ રોકીના શૂટિંગ દરમિયાન તેઓ એકવાર બૂટમાં 1 કિલો હેરોઈન લઈ ગયો હતો. ત્યાર પછી સુનીલ દત્તે તેને અમેરિકામાં નશામુક્તિ કેન્દ્રમાં મોકલ્યો હતો. ત્યાં 2 વર્ષ સારવાર ચાલી. પરત ફર્યા પછી ડ્રગ પેડલરે ફરી ડ્રગ્સની ઓફર કરી, પણ સંજયે એનો ઈનકાર કર્યો હતો.
2. જેલ : 1600 દિવસ જેલના સળિયા પાછળ
1982માં ડ્રગ્સ માટે 5 મહિના જેલમાં રહ્યો. 1993માં આર્મ્સ એક્ટ અને ટાડા એક્ટ હેઠળ ધરપકડ થઈ. ઘણી વખત જામીન પર બહાર આવ્યો. જુલાઈ 2007માં 6 વર્ષની સજા થઈ. ઓગસ્ટ 2007માં જામીન મળ્યા. 16 મે, 2013ના રોજ જેલમાં ગયો. 25 ફેબ્રુઆરી 2016ના રોજ મુક્ત થયો. સંજય 1600 દિવસ જેલમાં રહ્યો.
3. બીમારી : ત્રણ મહિનામાં કેન્સરને માત આપી
ઓગસ્ટ 2020માં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સંજયે પોતાની બીમારી વિશે જણાવ્યું. સંજયની માતા નરગિસનું 51 વર્ષની ઉંમરે પેન્ક્ર્યાસના કેન્સરથી અવસાન થયું હતું. પ્રથમ પત્ની રિચા શર્માનું પણ કેન્સરથી અવસાન થયું. સંજયે માત્ર ત્રણ મહિનામાં ફેફસાંને કેન્સરને માત આપી હતી.

સંજય દત્તની પ્રોફાઇલ

 • જન્મ- 29 જુલાઇ 1959
 • શિક્ષણ- સેન્ટ લોરેન્સ સ્કૂલ, સનાવર (હિમાચલપ્રદેશ)
 • બાયોગ્રાફી- ‘સંજય દત્ત : વન મેન, મેની લાઇવ્સ’, ‘સંજય...ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી આૅફ...’
 • અવૉર્ડ- બે ફિલ્મફેર, બે સ્ટારડસ્ટ અને બે ઝી સિને અવૉર્ડથી સન્માનિત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser