તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટર પર કલંક:સગીરા સાથે રેપના આરોપમાં ‘નાગિન-3’ ફેમ એક્ટર પર્લ પુરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, ટીવી ઈન્ડસ્ટ્રીનાં સેલેબ્સ સપોર્ટમાં ઉતર્યા

7 દિવસ પહેલા
  • મલાડમાં પર્લ સહિત કુલ 6 લોકો સામે પીડિતાએ રેપકેસ કરતાં પર્લની ધરપકડ થઈ હતી
  • કો-એક્ટર અનિતા હસનંદાનીએ પર્લ પર લાગેલા આરોપને જુઠ્ઠાણું ગણાવ્યું

નાગિન-3 ફેમ ટીવી-એક્ટર પર્લ વી. પુરીની ધરપકડ બાદ વસઈ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. તેના પર રેપ અને જાતીય સતામણીનો આરોપ લગાવાયો છે. પોલીસે શુક્રવાર 4 જૂને તેની ધરપકડ કરી હતી. આ ન્યૂઝ સામે આવતાની સાથે ટીવી ઇન્ડસ્ટ્રી સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પર્લને સપોર્ટ કરી રહ્યા છે.

પોલીસ કેસ દાખલ કરનાર પીડિતાનું કહેવું છે કે પર્લે તેની સાથે બળાત્કાર કર્યો અને આ ઘટના વારંવાર રિપીટ પણ કરી. પર્લ સામે POCSO એક્ટ હેઠળ સગીરા સાથે બળાત્કાર કરવાના આરોપમાં કાર્યવાહી થઈ છે.

પીડિતાએ પર્લ સહિત 6 લોકો સામે કેસ કર્યો
મુંબઈના મલાડમાં પીડિતાએ 6 લોકો સામે રેપકેસ દાખલ કર્યો છે. તેમાંથી એક પર્લનું નામ છે. પીડિતાનું કહેવું છે કે કારમાં તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વારંવાર તેની સાથે આ ઘટના બની હતી. પોલીસે તમામ 6 આરોપીની જ્યુડિશિયલ કસ્ટડીની ડિમાન્ડ કરી. વસઈ કોર્ટે પર્લ સહિત 6 આરોપીની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરી છે.

અનિતા હસનંદાની પર્લના સપોર્ટમાં ઊતરી
પર્લની ધરપકડ થતાં જ અનિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એનો સપોર્ટ કર્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે પર્લ પર લાગેલા આરોપો સાચા નથી. એ સાચા હોઈ જ ન શકે. આ બધું જુઠ્ઠાણું છે. જે પણ હકીકત હશે એ ટૂંક સમયમાં સામે આવશે.

કરિશ્મા તન્ના સાથે રિલેશન
પર્લ તેના રિલેશનશિપ માટે હંમેશાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કેટલાક સમય પહેલાં તેના અને કરિશ્મા તન્નાના રિલેશનશિપની ચર્ચા હતી. ઘણાં વર્ષો સાથે રહ્યાં બાદ બંને વચ્ચે સંબંધોમાં ખટાશ આવતાં બંને અલગ થઈ ગયાં. જોકે હાલ બંને વચ્ચે દોસ્તી કાયમ છે.

પર્લ પુરીએ 2013માં ડેબ્યુ કર્યું

પર્લ. વી. પુરીએ એક્ટિંગ કરિયરમાં વર્ષ 2013માં ડેબ્યુ કર્યું હતું. તેણે 'દિલ કી નઝર સે ખૂબસૂરત', 'બત્તમિઝ દિલ', 'બેપનાહ પ્યાર', 'નાગિન 3' સહિતની સિરિયલ્સમાં કામ કર્યું છે. તે બ્રહ્મરાક્ષસ-2માં અંગદ મહેરાના રોલમાં પણ જોવા મળ્યો છે. પર્લે બિગ બોસ 12 અને 13માં ગેસ્ટ તરીકે પોતાની વિઝિટ કરેલી છે. આ સિવાય તે ચેમ્પિયિન 5 અને ખતરા ખતરા ખતરા જેવા રિયાલિટી શૉઝમાં પણ પોતાની હાજરી આપી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...