તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈમોશનલ પોસ્ટ:કંગનાએ કહ્યું, મારા પેરેન્ટ્સ મને નહોતા ઈચ્છતા, પરંતુ આજે હું સારા ફિલ્મમેકર્સ તથા આર્ટિસ્ટ સાથે કામ કરું છું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતના મતે તે વણજોઈતુ સંતાન હતી. 34 વર્ષીય એક્ટ્રેસે ભાવુક થઈને સો.મીડિયામાં પોતાની વાત વ્યક્ત કરી છે. કંગનાએ એક પોસ્ટમાં કહ્યું હતું કે તે હાલમાં જેસલમેર, રાજસ્થાનના 50 ડિગ્રી તાપમાનમાં 'તેજસ'નું શૂટિંગ કરે છે. આ વાત પર ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ કંગનાની પ્રશંસા કરી હતી. કંગનાએ જવાબમાં ભાવુક પોસ્ટ લખી હતી.

હું અનવૉન્ટેડ ચાઈલ્ડ હતી, પરંતુ જરૂરી હતી

કંગનાએ કહ્યું હતું, 'હું અનવૉન્ટેડ ચાઈલ્ડ હતી. આજે હું સૌથી સારા તથા પેશનેટ ફિલ્મમેકર્સ, આર્ટિસ્ટ્સ તથા ટેક્નિશિયન્સની સાથે કામ કરી રહી છું. હું મારા કામને પ્રેમ કરું છું. આ બધું માત્ર પૈસા અને લોકપ્રિયતા માટે કરતી નથી. જ્યારે દુનિયાના સારા લોકો મને જોઈને કહે છે કે તું આ કરી શકે છે. તો મને ખ્યાલ છે કે હું અનવૉન્ટેડ હોઈ શકું નહીં, મારી જરૂર હતી. બહુ જ જરૂર હતી.'

વિવેક અગ્નિહોત્રીએ પ્રશંસામાં શું કહ્યું?

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું, 'મને લાગે છે કે કંગનાએ કોરોનાના મુશ્કેલ સમયમાં પમ અથાગ એનર્જી, સતત કામ તથા અદભૂત ફિલ્મ કરવા માટે એક અવોર્ડ મળવો જોઈએ. જરા વિચારો, જયલલિતાથી લઈ હવામાં એક્શન કરવા સુધી...આવું જીવન...જેના માટે મરવું પડે. અનેક યુવા એક્ટર્સે તેનામાંથી શીખવાની જરૂર છે.'

કંગના બેક ટૂ બેક કામ કરી રહી છે
કંગના બેક ટૂ બેક ફિલ્મ પૂરી કરવામાં વ્યસ્ત છે. ગયા મહિને તેણે મધ્ય પ્રદેશમાં 'ધાકડ' પૂરી કરી. આ ફિલ્મને રજની ઘઈએ ડિરેક્ટ કરી છે. પછી તેણે એ એલ વિજયની 'થલાઈવી'નું ડબિંગ પૂરું કર્યું. આ ફિલ્મ તમિળનાડુના સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. હાલમાં કંગના જેસલમેરમાં 'તેજસ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગનાને હાલમાં જ ફિલ્મ 'પંગા' તથા 'મણિકર્ણિકા' માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો