તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોખવટ:કિમ શર્મા સાથેના બ્રેકઅપના દોઢ વર્ષ પછી હર્ષવર્ધન રાણે કહ્યું, 'આના માટે મારા DNA જવાબદાર છે'

મુંબઈ3 મહિનો પહેલા

'સનમ તેરી કસમ'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર હર્ષવર્ધન રાણેએ એક ઈન્ટરવ્યૂમાં કિમ શર્મા સાથેના બ્રેકઅપ અંગે વાત કરી હતી. તેણે બ્રેકઅપ માટે DNAને જવાબદાર ગણાવ્યા હતા. એક્ટરે કહ્યું હતું, 'જે થયું એ ખોટું થયું, આ મારા DNAમાં છે. એ વાત સ્પષ્ટ છે કે હું 12 વર્ષ સુધી સિંગલ રહ્યો છું. જરૂર કોઈ કારણ તો હશે, કારણ કે કારણ વગર કંઈ જ થતું નથી.'

હર્ષવર્ધને કહ્યું, સિનેમા મારી દુલ્હન
ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'મેં તેને (કિમ) ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે આ પૃથ્વીની સૌથી સારી વ્યક્તિ છે. મેં તેની સાથે ઘણો જ સારો સમય પસાર કર્યો છે. મને લાગે છે કે આ મારું DNA છે, મારું વાયરિંગ છે, જેના માટે હું મારી જાતને જવાબદાર માનું છું.'

વધુમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'રંગ દે બસંતી'નો એક સંવાદ છે કે 'આઝાદી મેરી દુલ્હન હૈ', તે જ રીતે હું કહીશ કે સિનેમા મારી દુલ્હન છે.'

એપ્રિલ, 2019માં બ્રેકઅપ થયું હતું
હર્ષવર્ધન તથા કિમનું બ્રેકઅપ એપ્રિલ 2019માં થયું હતું. હર્ષવર્ધને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કિમ સાથેના સંબંધોનો અંત આવ્યાની વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'કે (કિમ) આભાર, મહાન આત્મા. આ અમેઝિંગ હતું. ભગવાન તારું અને મારું ભલું કરે. બાય.'

2018માં સંબંધોનો સ્વીકાર કર્યો હતો
2018માં હર્ષવર્ધને કિમ સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે રિલેશનશિપમાં છે પરંતુ આ તેનું અંગત જીવન છે. તે ખુલ્લા વિચારો ધરાવતો વ્યક્તિ છે અને કંઈ પણ છુપાવતો નથી.

કિમે અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા
કિમ શર્માએ 2010માં કેન્યાના બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા. અલીએ કિમ સાથે લગ્ન કરવા માટે પત્નીને ડિવોર્સ આપ્યા હતા. અલીને ત્રણ સંતાનો છે. એપ્રિલ, 2017માં કિમે અલીને ડિવોર્સ આપી દીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser