તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના કોમ્પ્લિકેશન સામે હાર્યા:'મર્ડર'ના ડાયલોગ રાઈટરનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન, છ દિવસ પહેલાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 49 વર્ષીય સુબોધને થોડા સમય પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો
  • સોમવાર, 10 મેના રોજ સુબોધની તબિયત બગડી હતી.

ઈમરાન હાશ્મી સ્ટારર 'મર્ડર' તથા ઈરફાન ખાન સ્ટારર 'રોગ' જેવી ફિલ્મના ડાયલોગ રાઈટર સુબોધ ચોપરાનું અવસાન થયું છે. શુક્રવાર, 14 મેના રોજ સવારે 11.30 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 49 વર્ષીય સુબોધને થોડો સમય પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમનો રિપોર્ટ છ દિવસ પહેલાં જ નેગેટિવ આવ્યો હતો. જોકે, ત્યારબાદ થયેલા કોમ્પ્લિકેશનને કારણે તેમનું અવસાન થયું હતું. સુબોધના નાના ભાઈ શંખ્યે એક નિવેદનમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ગયા શનિવારે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં શંખ્યે કહ્યું હતું, 'ગયા શનિવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, સોમવાર, 10 મેના રોજ તેમની હાલત બગડી હતી. તેમનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયું હતું. તેમને થાક લાગ્યો હતો અને બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું. આજે સવારે તેમની હાલત બગડી ગઈ હતી અને તેમને મલાડની લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, કાર્ડિયક અરેસ્ટને કારણે તેમનું મોત થયું હતું. આ તમામ કોમ્પ્લિકેશન્સ કોવિડ ફ્રી થયા બાદ આવ્યા હતા.'

હિંદી ફિલ્મ ડિેરેક્ટ કરવાની ઈચ્છા અધૂરી રહી
શંખ્યે વધુમાં કહ્યું હતું કે સુબોધ હિંદી ફિલ્મ ડિરેક્ટ કરવા માગતા હતા, પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. તેમણે મલયાલમ ફિલ્મ 'વસુધા' ડિરેક્ટ કરી હતી. સુબોધ તથા શંખ્ય એકબીજાના ઘણાં જ ક્લોઝ હતા અને સાથે જ રહેતા હતા.

'વસુધા'ની પ્રોડ્યૂસર તથા લીડ એક્ટર ગીતા નાયર સાથે સુબોધ ચોપરાઃ ફાઈલ તસવીર
'વસુધા'ની પ્રોડ્યૂસર તથા લીડ એક્ટર ગીતા નાયર સાથે સુબોધ ચોપરાઃ ફાઈલ તસવીર

1997થી કામ કરી રહ્યા છે
સુબોધ ચોપરા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 1997થી સતત એક્ટિવ હતા. તેમણે DD 1ની સિરિયલ 'રિપોર્ટર'માં સ્ક્રીન તથા ડાયલોગ રાઈટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ સિરિયલને વિનોદ પાંડેએ ડિરેક્ટ કરી હતી. સિરિયલમાં શેખર સુમન, મોના આંબેગાંવકર તથા રાજ કિરણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સુબોધ ચોપરાએ અનેક જાહેરાતો ડિરેક્ટ કરી હતી.

ડોક્યુમેન્ટ્રી 'ઈમ્મોર્ટલ્સ ઓફ કારગિલ' બનાવી હતી
સુબોધની અન્ય ફિલ્મની વાત કરીએ તો તેમણે 'નજર'ના સંવાદો, 'દોબારા'નો સ્ક્રીનપ્લે, 'તુમસા નહીં દેખા'ની વાર્તા લખી હતી. તેમણે 'ઈમ્મોર્ટલ્સ ઓફ કારગિલ' નામની ડોક્યુમેન્ટ્રી લખી હતી અને ડિરેક્ટ પણ કરી હતી. આ ઉપરાંત ટીવી સિરિયલિ 'હકીકત'નો એક એપિસોડ તથા 'રિશ્તે'ના 6 એપિસોડ લખ્યા હતા. તેમણે 'સાવધાન ઈન્ડિયા'ના અનેક એપિસોડ્સ ડિરેક્ટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...