ચિલ્ડ્રન ડે સ્પેશિયલ:‘બજરંગી ભાઈજાન’ની મુન્ની માર્શલ આર્ટ્સ શીખી રહી છે, ‘તારે જમીન પર’નો ઈશાન સારી ઓફરની રાહ જોઈ રહ્યો છે

16 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • ઈશાન ડ્રામામાં ધૂમ મચાવી રહ્યો છે, હર્ષાલી એક્ટિંગ સ્કૂલ જોઈન કરશે
  • સુપરસ્ટારની સાથે સુપરહિટ ફિલ્મ તેમ છતાં બંનેને કોઈ ખાસ ઓફર નથી મળી

છેલ્લા ઘણા વર્ષોમાં બોલિવૂડમાં બજરંગી ભાઈજાનની મુન્ની અને તારે જમીન પરના ઈશાન જેવી લોકપ્રિયતા બીજા કોઈ ચાઈલ્ડ આર્ટિસ્ટને નથી મળી. આ બંનેએ નક્કી કરી લીધું છે કે તેઓ આગળ એક્ટિંગમાં જ પોતાની કરિયર બનાવશે. તેના માટે બંને પોતાને ગ્રુમ પણ કરી રહ્યા છે. બંનેમાં આ વાત કોમન છે કે બોલિવૂડ તરફથી તેમને કોઈ સારી મોટી ઓફર મળી નથી.

ઓફર મળી રહી છે, પરંતુ રોલ સારા નથી
બજરંગી ભાઈજાનની મુન્ની હર્ષાલી મલ્હોત્રા જણાવે છે કે, તેને ફિલ્મ, ટીવી, અને OTTની ઘણી ઓફર આવી રહી છે. પરંતુ તેમાં કોઈ ખાસ કહાની નથી. હું ઉતાવળમાં કંઈ કરવા માગતી નથી. હું ઈચ્છું છું કે ફિલ્મમાં મારા કામની નોંધ લેવામાં આવે.

બજરંગી ભાઈજાનમાં સલમાન ખાનની સાથે મુન્ની જોવા મળી હતી.
બજરંગી ભાઈજાનમાં સલમાન ખાનની સાથે મુન્ની જોવા મળી હતી.

માર્શલ આર્ટ શીખી રહી છું, એક્ટિંગની ટ્રેનિંગ પણ લેવી છે
હું ભવિષ્યમાં એક્ટ્રેસ જ બનવા માગુ છું. એક્ટિંગ ક્લાસિસ જોઈન કરીશ. પ્રોપર ટ્રેનિંગ લઈને મારી જાતને ગ્રુમ કરીશ. હાલમાં, કોવિડને કારણે તે કરી શકી નહોતી. અત્યારે માર્શલ આર્ટની ટ્રેનિંગ અને એરોબિક્સ પણ કરી રહી છું. પોતાની જાતને ફિટ રાખવા માટે બહારનું ખાવાનું અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળી રહી છું.

રીલ બનાવવાનું પસંદ છે પરંતુ ઓનલાઈન ક્લાસિસ નહીં
લોકડાઉનના સમયે મેં ઘણી રીલ્સ બનાવી. પરંતુ ઓનલાઈન ક્લાસ એન્જોઈ નહોતી કરતી. અત્યારે મારો 8મા ધોરણનો અભ્યાસ ચાલી રહ્યો છે. મારા સ્કૂલ ટીચર અને ફ્રેન્ડ્સને મિસ કરી રહી છું.

સલમાન આજે પણ, બોલો મેરી સુપરસ્ટાર કહે છે
જ્યારે મેં ફિલ્મના સેટ પર સલમાન અંકલને જણાવ્યું હતું કે, હું તેમની જેમ સુપરસ્ટાર બનવા માગુ છું, શું તમે મને સુપર સ્ટાર બનાવશો? સલમાન અંકલે કહ્યું હતું કે તુ મારા કરતા પણ મોટી સુપરસ્ટાર બનીશ. હવે જ્યારે પણ બર્થ-ડે અથવા કોઈ ફેસ્ટિવલ પર સલમાન અંકલને વિશ કરું છું તો તેઓ તરત કહે છે, 'બોલો મેરી સુપરસ્ટાર'.

‘તારે જમીન પર’ ના ઈશાનને ચાઈલ્ડ એક્ટર તરીકે ત્રણ ફિલ્મો મળી
‘તારે જમીન પર’ ના ઈશાનને ચાઈલ્ડ એક્ટર તરીકે ત્રણ ફિલ્મો મળી

તારે જમીન પર...બાદ દર્શીલે ત્રણ ફિલ્મો કરી હતી
દર્શીલે જણાવ્યું કે, ‘તારે જમીન પર’ બાદ મને ચાઈલ્ડ એક્ટર તરીકે ત્રણ ફિલ્મો મળી. ‘બમ-બમ બોલે’માં ભાઈ-બહેનની કહાની હતી. ત્યારબાદ 'જોક્કોમોન' એક સુપર હીરોની કહાની હતી. ત્યારબાદ ઈન્ટરનેશનલ સિનેમા કરવાની તક પણ દીપા મહેતાની ફિલ્મ ‘મિડ નાઈટ ચિલ્ડ્રન’થી મળી. જે સલમાન રશ્દીની નોવેલ પર બની હતી.

ડ્રામામાં પોઝિટિવ રિસ્પોન્સ બાદ એક્ટર બનવાનું નક્કી કર્યું
ચાઈલ્ડ એક્ટર તરીકે ફિલ્મો બાદ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ સ્કૂલ ટાઈમથી જ થિયેટર સાથે જોડાઈ ગયો. 30-40 પ્લેમાં કામ કર્યું. લોકોનો સારો ફીડબેક મળ્યો તો નક્કી કરી લીધું કે એક્ટિંગમાં જ કરિયર બનાવવી છે. નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં થિયેટરમાં કલાકારોની સાથે કોન્ફિડન્સથી સારું કામ કર્યું. બાદમાં ડાયરેક્ટર અભિષેક પટનાયકે અનંત મહાદેવન જેવા દિગ્ગજની સાથે નાટક કેન આઈ હેલ્પ યૂ કરવાની ઓફર મળી. તે મારા ડ્રામા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો.

સારી ઓફરની રાહ
અત્યારે ફિલ્મોની ટેક્નોલોજી અને કન્ટેન્ટ દરરોજ અપડેટ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે જૂની પેટર્ન પર રહીને ફિલ્મોમાં કામ કરશો તો ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું મુશ્કેલ છે. એક્ટિંગનો કોર્સ કર્યો છે પરંતુ થિયેટરમાંથી શીખવાનું ચાલુ રાખું છું. મેં 'બુક્સ' અને 'વિલ યુ બી માય ગર્લફ્રેન્ડ' જેવી શોર્ટ ફિલ્મો કરી છે. હવે સારી ઓફરની રાહ જોઈ રહ્યો છું. જેથી એક એક્ટર તરીકે મારી જાતને સાબિત કરી શકું.