ડ્રગ્સ પાર્ટી કેસ:મુનમુન ધામેચા સેનેટરી પેડ્સમાં ડ્રગ છુપાવીને ક્રૂઝ પર આવી હતી, NCBએ દરોડાનો વીડિયો રિલીઝ કરીને બતાવ્યું

મુંબઈ7 દિવસ પહેલા
  • 2 ઓક્ટોબરે NCBએ ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા
  • આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા સહિત 8 લોકોની અટકાયત બાદ ધરપકડ કરી હતી

મુંબઈમાં ક્રૂઝ રેવ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓએ ડ્રગ્સ છુપાવવા માટે ઘણાં જ સલામત ઉપાયો અજમાવ્યા હતા. યુવકોએ શૂઝમાં તો યુવતીઓએ સેનેટરી પેડ્સમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ શનિવાર, 9 ઓક્ટોબરના રોજ એક વીડિયો રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં સેનેટરી પેડ્સમાં ડ્રગ્સ પિલ્સ છુપાવીને રાખી હતી, તે બતાવવામાં આવ્યું હતું. તપાસ એજન્સીના મતે, 'કૉર્ડેલિયા ધ ઇમ્પ્રેસ' ક્રૂઝમાંથી પકડાયેલી આરોપી મુનમુન ધામેચાએ આ રીતે ડ્રગ્સ છુપાવ્યું હતું.

NCBએ કહ્યું હતું કે મુનમુનના રૂમમાંથી સીઝરિંગનો વીડિયો છે અને આ ક્રૂઝ પર સર્ચિંગ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. NCBએ મુનમુન વિરુદ્ધ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ સાયક્રોટ્રોપિક સબસ્ટેન્સિસ 1985 એક્ટ) હેઠળ 8 (c), 20 (b), 27 તથા 35 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. હાલમાં મુનમુન ભાયખલ્લા જેલમાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. NCBનો આરોપ છે કે મુનમુન પાસેથી 5 ગ્રામ કોકેન મળી આવ્યું હતું.

મુનમુન મોડલ છે
ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની સાથે ધરપકડ કરાયેલી દિલ્હીની મુનમુન પાસેથી NCBને ડ્રગ્સ મળી આવ્યું હતું. મુનમુન મોડલ છે અને પેજ 3 પાર્ટીમાં જોવા મળે છે. તે ગુરુ રંધાવા, સૂયશ રાય તથા અર્જુન રામપાલ સાથે પણ જોવા મળી હતી.

મધ્યપ્રદેશની છે મુનમુન
39 વર્ષીય મુનમુનની ધરપકડ 3 ઓક્ટોબરના રોજ 2 વાગે કરવામાં આવી હતી. મુનમુન મધ્યપ્રદેશના સાગર જિલ્લાની છે. હાલમાં મધ્યપ્રદેશમાં મુનમુનના પરિવારમાંથી કોઈ રહેતું નથી. મુનમુનની માતાનું ગયા વર્ષે અવસાન થયું હતું અને પિતા અમિત કુમારનું વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું. મુનમુનને ભાઈ પ્રિન્સ છે. તે દિલ્હીમાં છે. મુનમુન છ વર્ષ પહેલાં દિલ્હી ગઈ હતી. તે પહેલાં ભોપાલમાં રહેતી હતી.

અધિકારીએ કહ્યું હતું કે લોકોએ ડ્રગ્સ છુપાવવા માટે વિવિધ ઉપાયો અજમાવ્યા હતા.

  • લોકોએ પોતાની પેન્ટની સિલાઈમાં
  • મહિલાઓએ પોતાના પર્સના હેન્ડલમાં
  • અન્ડરવેરની સિલાઈના હિસ્સામાં
  • કોલરની સિલાઈમાં
  • સેનેટરી પેડ્સમાં