મોડલના વકીલનો દાવો:મુનમુન આર્યનને ઓળખતી નથી; મિત્રોએ પાર્ટીમાં બોલાવી હતી, NCBએ તેને પકડી, પણ ફ્રેન્ડ્સને જવા દીધા

મુંબઈ2 મહિનો પહેલાલેખક: વિનોદ યાદવ
વકીલ કાશિફ ખાને કહ્યું કે મુનમુનનો ભાઈ હાલમાં મુંબઈમાં છે અને બહેનને છોડાવવા માટે દોડધામ કરી રહ્યો છે.
  • મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ તથા આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી

આર્યન ખાનની સાથે ક્રૂઝ પર ધરપકડ કરાયેલી મોડલ મુનમુન ધામેચાના વકીલે દાવો કર્યો છે કે આર્યન તથા અરબાઝ મર્ચન્ટને તે ઓળખતી નથી. મુનમુનના વકીલે કહ્યું હતું કે ક્રૂઝ પર તતી પાર્ટીમાં મુનમુનને તેના ફ્રેન્ડ્સ સૌમ્ય તથા બલદેવે ઇન્વિટેશન આપ્યું હતું. વકીલે દાવો કર્યો છે કે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ મુનમુનને પકડી લીધી, પરંતુ તેના બંને મિત્રોને જવા દીધા.

કોણ છે મુનમુન ધામેચા?
મુનમુન ફેશન મોડેલ છે અને બિઝનેસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 39 વર્ષીય મુનમુનની ધરપકડ 3 ઓક્ટોબરના રોજ 2 વાગે કરવામાં આવી હતી. મુનમુન મધ્યપ્રદેશના સાગર જિલ્લાની છે. હાલમાં મધ્યપ્રદેશમાં મુનમુનના પરિવારમાંથી કોઈ રહેતું નથી.

મુનમુનની માતાનું ગયા વર્ષે અવસાન થયું હતું અને પિતા અમિત કુમારનું વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું. મુનમુનને ભાઈ પ્રિન્સ છે. તે દિલ્હીમાં છે. મુનમુન છ વર્ષ પહેલાં દિલ્હી ગઈ હતી. તે પહેલાં ભોપાલમાં રહેતી હતી.

મુનમુન ધામેચાના પેરન્ટ્સનું અવસાન થઈ ચૂક્યું છે
મુનમુન ધામેચાના પેરન્ટ્સનું અવસાન થઈ ચૂક્યું છે

મુનમુનના મુંબઈ સાથે કોઈ સંબંધો નહીં
વકીલ કાશિફ ખાને કહ્યું હતું કે મુનમુન મુંબઈની નથી. તો આર્યન તથા અરબાઝને ઓળખતી હોવાનો સવાલ જ નથી. NCBએ જ્યારે ક્રૂઝ પર દરોડા પાડ્યા ત્યારે તેની પાસેથી કંઈ જ મળ્યું નહોતું. જોકે, NCBએ રિમાન્ડ કોપીમાં મુનમુન પાસેથી 5 ગ્રામ કોકેન મળ્યું હોવાનો દાવો કર્યો છે.

મુનમુનને બોલવનારી ફ્રેન્ડને જવા દીધી
કાશિફ ખાને આગળ કહ્યું હતું કે NCBએ મુનમુનની ધરપકડ કરી અને તેને આમંત્રણ આપનારા મિત્રોને જવા દીધા. મુનમુનની ધરપકડ થયા બાદ તેને ઇન્વાઇટ કરનારા મિત્રોની કંઈ જ ખબર નથી. મુનમુનનો ભાઈ હાલમાં મુંબઈમાં છે અને પોતાની બહેનને છોડાવવા માટે ભાગદોડ કરી રહ્યો છે.

મુનમુન ધામેચા દિલ્હીમાં ભાઈ સાથે રહે છે
મુનમુન ધામેચા દિલ્હીમાં ભાઈ સાથે રહે છે

મુનમુન માટે તેનો ભાઈ ચિંતિત
વધુમાં કાશિફે જણાવ્યું હતું કે મુનમુનનો ભાઈ પોતાની બહેન તથા તેના કરિયર અંગે ઘણો જ ચિંતિત છે. બલદેવ અંગે વિશે વધુ માહિતી હોવાની ના પાડીને વકીલે કહ્યું હતું કે મોડલ હોવાને કારણે બલદેવ કંઈકને કંઈ મોડલિંગ અસાઇન્મેન્ટ મુનમુનને અપાવતો હતો. આથી જ બલદેવના કહેવાથી મુનમુન ક્રૂઝ પર આવી હતી. મુનમુન ક્રૂઝ પર આવી અને તેની પાંચ મિનિટમાં NCBના દરોડા પડ્યા હતા. આ લોકોએ પાર્ટી તો અસલમાં કરી જ નથી.

ફેશન ટીવીનો MD (મેનેજિંગ ડિરેક્ટર)
ક્રૂઝ રેવ પાર્ટી કેસમાં ફેશન ટીવીનો MD કાશિફ ખાન હવે NCBની રડાર પર છે. શરૂઆતમાં એ વાત સામે આવી હતી કે ક્રૂઝ પાર્ટીનું આયોજન ફેશન ટીવીના MD કાશિફ ખાને કર્યું હતું. જોકે, વકીલ અલી કાશિફે કહ્યું હતું કે તે આયોજક નહીં, પરંતુ પાર્ટીના ફાઇનાન્સર્સમાંથી એક હતો.

મુનમુન ધામેચા મોડેલ તરીકે કામ કરે છે.
મુનમુન ધામેચા મોડેલ તરીકે કામ કરે છે.

કંગના વિરુદ્ધ કાશિફે કેસ લડ્યો છે
મોડલ મુનમુનનો કેસ જોતા અલી કાશિફ ખાને હાઇપ્રોફાઇલ કેસ જોયા છે. એક્ટ્રેસ કંગનાની નિવેદનબાજી વિરુદ્ધ તેમણે કોર્ટમાં કેસ કર્યો હતો અને કંગનાનું ટ્વિટર અકાઉન્ટ બૅન કરવાની માગણી કરી હતી. આ જ રીતે પ્રોડ્યુસર એકતા કપૂર વિરુદ્ધ પણ એક કેસ કર્યો છે.