આર્યનની ધરપકડ કરનારા IRSની વાત:મુંબઈના અસલી 'સિંઘમ' છે સમીર વાનખેડે, બોલિવૂડમાં ડ્રગ્સના મૂળિયા શોધવામાં એક્સપર્ટ

મુંબઈ23 દિવસ પહેલા
  • સમીર 2004ની બેચના IRS છે, હાલના સમયે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં જોઈન્ટ ડિરેક્ટર છે

મુંબઈના દરિયામાં ક્રૂઝ પાર્ટી પર દરોડા પાડીને શાહરુખ ખાનના દીકરા આર્યનની ધરપકડ કરીને આ આખું ઓપરેશન પૂરું કરનાર NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં જ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ સમીર વાનખેડેએ જ કાર્યવાહી કરી છે. સમીર વાનખેડેએ જ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીના ઘરે દરોડા પાડ્યા હતા અને તેની ધરપકડ કરી હતી.

કોણ છે સમીર વાનખેડે?
મહારાષ્ટ્રના રહેવાસી સમીર વાનખેડે 2008 બેચના IRS (ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ) અધિકારી છે. ભારતીય રેવન્યૂ ડિપાર્ટમેન્ટ જોઇન કર્યા બાદ તેમનું પહેલું પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે થઈ હતી. તેમની ક્ષમતાને કારણે જ તેમને પછીથી આંધ્રપ્રદેશ અને પછી દિલ્હી પણ મોકલવામાં આવ્યા હતા. તેમને નશા અને ડ્રગ્સ સાથે જોડાયેલા કેસના નિષ્ણાત ગણવામાં આવે છે. વાનખેડેના નેતૃત્વમાં જ બે વર્ષની અંદર લગભગ 17 હજાર કરોડ રૂપિયાના નશા અને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો.

કસ્ટમ ઓફિસર તરીકે પણ જાણીતા
ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે સમીર વાનખેડે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હતા ત્યારે તેમણે અનેક જાણીતી હસ્તીઓએ જ્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ ના કર્યું હોય ત્યાં સુધી જવા દેતા નહોતા. તેમણે બે હજારથી વધુ સેલેબ્સ પર કસ્ટમ ડ્યૂટી ના આપવાનો કેસ કર્યો હતો. વાસ્તવમાં મુસાફર વિદેશમાંથી 35 હજાર સુધીનો સામાન લાવી શકે છે, પરંતુ તેનાથી વધુ સામાન હોય તો 36% કસ્ટમ ટેક્સ આપવાનો હોય છે. જો સામાનની કિંમત પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો કસ્ટમ અધિકારી તેની ધરપકડ પણ કરી શકે છે.

વાનખેડેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સેલિબ્રિટી તેમને ધમકી આપતા હતા અને કહેતા કે સીનિયર્સને ફરિયાદ કરશે. જોકે, જ્યારે તે એમ કહેતા કે અહીંયા તે જ સીનિયર છે તો તે એકદમ શાંત થઈ જતા.

બોલિવૂડમાં સમીરનો ખૌફ
2013માં મીકા સિંહને મુંબઈ એરપોર્ટ પર વિદેશી કરન્સી સાથે પકડ્યો હતો. 2015માં સોનામાંથી બનેલી ક્રિકેટ વિશ્વ કપ ટ્રોફીની પણ કસ્ટમ ડ્યૂટી ચૂકવ્યા બાદ જ મુંબઈ એરપોર્ટ પર રિલીઝ કરી હતી.

પત્ની છે મરાઠી એક્ટ્રેસ
2017માં સમીર વાનખેડેએ મરાઠી એક્ટ્રેસ ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા. તેમને ટ્વિન્સ દીકરીઓ છે.