ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી:કોઈએ પર્સમાં તો કોઈએ અન્ડરવેરમાં ડ્રગ્સ છુપાવ્યું હતું, NCB અધિકારીનો ઘટસ્ફોટ

મુંબઈ2 મહિનો પહેલા
  • મુંબઈથી ગોવા જતાં ક્રૂઝ પર NCBના દરોડા
  • આર્યન ખાન સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ 2 ઓક્ટોબરના રોજ રાત્રે મુંબઈથી ગોવા જતાં ક્રૂઝ શિપ પર ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન NCBએ 10 લોકોની અટકાયત કરી હતી, જેમાં શાહરુખનો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે. સૂત્રોના મતે, આર્યન ખાને કહ્યું હતું કે તેને VIP ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.

આર્યન ખાન પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી
NCBના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્યન ખાનના દીકરા પાસેથી ક્રૂઝ પર આવવાની કોઈ ફી લેવામાં આવી નહોતી. આર્યન ખાને કહ્યું હતું કે ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને અન્ય લોકોને બોલાવવામાં આવ્યા હતા.

NCBને ગેસ્ટ રૂમમાંથી પેપર રોલ મળ્યા
આ કેસમાં એક વાત એ પણ સામે આવી છે કે આ પાર્ટીમાં જેટલા પણ લોકો સામેલ થયા હતા, તે તમામને પેપર રોલ આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન NCBને મોટાભાગના ગેસ્ટના રૂમમાંથી પેપર રોલ મળ્યા હતા. આ પેપર રોલને જોઇન્ટ પેપર પણ કહેવામાં આવે છે.

ક્રૂઝ પર કેવી રીતે ડ્રગ્સ પહોંચ્યું?

અધિકારીએ કહ્યું હતું કે લોકોએ ડ્રગ્સ છૂપાવવા માટે વિવિધ ઉપાયો અજમાવ્યા હતા.

  • લોકોએ પોતાની પેન્ટની સિલાઈમાં
  • મહિલાઓએ પોતાના પર્સના હેન્ડલમાં
  • અન્ડરવેરની સિલાઈના હિસ્સામાં
  • કોલરની સિલાઈમાં

NCB આ તમામ માહિતીને બીજીવાર ક્રોસ ચેક કરી રહ્યું છે અને લોકોને આ સંદર્ભે સવાલ પણ પૂછી રહ્યું છે.

પહેલેથી જ ક્રૂઝ પર હાજરી હતી NCBની ટીમ
આ ક્રૂઝ જેવું મુંબઈથી ગોવા જવા નીકળ્યું ત્યારે સમુદ્રમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ગઈ હતી. NCBની ટીમ ક્રૂઝમાં જ હતી અને પછી દરોડા પડ્યા હતા. મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યા બાદ ક્રૂઝને મુંબઈ તરફ વાળી દેવામાં આવ્યું હતું.

NCBની ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે આ કાર્યવાહી કરી હતી.