પોર્નોગ્રાફી કેસમાં નવો વળાંક:મુંબઈ પોલીસે રાજ કુંદ્રા પાસેથી 25 લાખ રૂપિયાની લાંચ લીધી હતી, ફરાર આરોપીની ACBમાં ફરિયાદ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 જુલાઈના રોજ રાજની ધરપકડ કરવામાં આવી, 20 જુલાઈએ કોર્ટે 3 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો.

રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ બનાવવા તથા પ્રસારિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે આ કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. એક ફરાર આરોપીએ ACBને એક મેલમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદ પ્રમાણે, મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ ના કરવા માટે તેની પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. ફરિયાદકર્તાના મતે, તેના પર પણ પૈસા આપવાનું દબાણ બનાવવામાં આવતું હતું. સૂત્રોના મતે, માર્ચ મહિનામાં આ જ રીતના ચાર મેલ આવ્યા હતા, પરંતુ આરોપો સાબિત કરે તેવા કોઈ પુરાવા મળ્યા નહોતા અને પૈસા લીધા હોવાની વાત હતી. આથી ACBએ મુંબઈ પોલીસને આ મેલ ફોરવર્ડ કરી દીધો હતો.

કોણે મેલ કર્યો હતો?
સૂત્રોના મતે, પોર્ન રેકેટમાં સામેલ અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુરની ફર્મે માર્ચ મહિનામાં એક મેલ કરીને ACBને ફરિયાદ કરી હતી. મેલમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓએ રાજ કુંદ્રા પાસેથી પૈસા લઈ લીધા છે અને હવે તેઓ તેના પર પૈસાનું દબાણ કરે છે.

ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રાનું નામ ચર્ચાયું હતું
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પોલીસે જ્યારે મડ આઇલેન્ડના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે બે લોકો ન્યૂડ ફિલ્મનું શૂટિંગ કરતા હતા અને અન્ય ત્રણ લોકો સાથે હતા. પોલીસે આ પાંચેયની ધરપકડ કરી હતી. આ પાંચેય વ્યક્તિની પૂછપરછમાં રાજ કુંદ્રાનું નામ સામે આવ્યું હતું. જોકે, તે સમયે પોલીસ પાસે કોઈ પુરાવા નહોતા. આથી જ પોલીસે રાજ કુંદ્રાનું નામ ચાર્જશીટમાં સામેલ કર્યું નહોતું. પોલીસે શાંતિથી રાજ કુંદ્રાના આખા પોર્ન નેટવર્કની માહિતી મેળવી હતી અને પછી જ તેની ધરપકડ કરી હતી.

રાજ કુંદ્રાની ઓફિસમાં દરોડા
સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે બુધવાર, 21 જુલાઈની સાંજે રાજ કુંદ્રાની મુંબઈ સ્થિત વિઆન ઇન્ડસ્ટ્રી લિમિટેડની ઓફિસ તથા અન્ય જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ઓફિસમાંથી કેટલીક કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. આ ઉપરાંત સર્વર સીઝ કરી દીધું છે. પોલીસને દરોડા દરમિયાન પોર્ન વીડિયો પણ મળ્યા છે. સર્વર તથા હાર્ડ ડિસ્ક FSLને મોકલવામાં આવી છે.

પોર્ન બિઝનેસમાંથી રાજ કરતો હતો કરોડોની કમાણી
મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજે 18 મહિના પહેલાં જ પોર્ન બિઝનેસ શરૂ કર્યો હતો અને બહુ થોડા સમયમાં તે ઝડપથી આગળ નીકળી ગયો હતો. કુંદ્રા શરૂઆતમાં રોજના 2-3 લાખની કમાણી કરતો હતો. ત્યારબાદ તે રોજના 6-8 લાખની કમાણી કરતો થઈ ગયો હતો. નાણાકીય વ્યવહારો હજારોમાં થયા છે. નાણાકીય વ્યવહારોની તપાસ કરીને કુંદ્રા ચોક્કસ કેટલી રકમની કમાણી કરતો તેની તપાસ હજી ચાલુ છે. અત્યાર સુધી પોલીસે વિવિધ અકાઉન્ટ્સના 7.5 કરોડ રૂપિયા ફ્રીજ કર્યા છે. વિઆન ઇન્ડસ્ટ્રી તથા કેનરીન વચ્ચે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ ટ્રાન્ઝેક્શનની તપાસ હજી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...