સોફ્ટપોર્ન કેસમાં એક્ટ્રેસ શર્લિન ચોપરાને આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ કેસમાં શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શર્લિન બપોરે 12.15 વાગે ક્રાઇમ બ્રાંચની પ્રોપર્ટી સેલની ઓફિસ આવી હતી. શર્લિનના હાથમાં કેટલાંક ડોક્યુમેન્ટ પણ હતા. શર્લિનનો રાજ કુંદ્રાની ફર્મ આર્મ્સપ્રાઇમ મીડિયાની સાથે કોન્ટ્રેક્ટ હતો. આ કોન્ટ્રેક્ટ ભારતની બહાર કંપનીઓની કેટલીક એપ માટે પોર્ન કન્ટેન્ટ આપવાનો હતો.
શર્લિને રાજ કુંદ્રા પર ગંભીર આરોપો લગાવ્યા
શર્લિને રાજ કુંદ્રા પર અનેક આરોપો લગાવ્યા હતા. શર્લિનના મતે, રાજ કુંદ્રા જ તેને એડલ્ટ ફિલ્મમાં લઈને આવ્યો હતો. રાજે તેને એડલ્ટ કન્ટેન્ટમાં કામ કરવાનું કહ્યું હતું. પહેલાં એક રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને પછી એડલ્ટ કન્ટેન્ટ બનાવવાનું કહ્યું હતું. રાજે તેને હોટશોટ્સ એપ માટે શૂટ કરવાનું કહ્યું હતું. જોકે તેણે ના પાડી દીધી હતી.
આ પહેલાં શર્લિને એપ્રિલ, 2021માં રાજ વિરુદ્ધ FIR કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ હાલમાં 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કોર્ટે 28 જુલાઈના રોજ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.
શિલ્પા સાથે રાજના સંબંધો કોમ્પ્લિકેટેડ હતાઃ શર્લિન
શર્લિને કહ્યું હતું કે રાજ કુંદ્રા 27 માર્ચ, 2019ના રોજ બિઝનેસ મીટિંગ પછી તેમની વચ્ચે મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હતી અને તે જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. રાજ કુંદ્રા ઘરે આવ્યો પછી તેને અચાનક જ જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો. તે સતત ના પાડતી હતી. તેણે રાજને કહ્યું હતું કે તે એક પરિણીત વ્યક્તિ સાથે સંબંધો રાખવા માગતી નથી અને બિઝનેસને એન્જોયમેન્ટ સાથે મિક્સ કરવા માગતી નથી. વધુમાં રાજે તેને એવું કહ્યું હતું કે તેના શિલ્પા સાથેના સંબંધો કોમ્પ્લિકેટેડ છે. તે ઘરમાં મોટા ભાગે સ્ટ્રેસમાં રહે છે.
શર્લિનને ધરપકડનો ડર, આગોતરા જામીન લીધા હતા
મુંબઈ પોલીસના સાયબર સેલે 2020માં આર્મ્સપ્રાઇમ વિરુદ્ધ નોંધાયેલી FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) હેઠળ શર્લિનને આરોપી તરીકે રજૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે 26 જુલાઈ, 2021ના રોજ પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં નિવેદન આપવા માટે શર્લિનને સમન્સ પાઠવ્યું હતું. જોકે તેણે બોમ્બે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લીધા હતા. જોકે હવે કોર્ટે શર્લિનના આગોતરા જામીન રદ કરી દીધા છે.
શર્લિનના નિવેદનની ખાસ વાતો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.