સો.મીડિયા વાઇરલ:બોલિવૂડ ફિલ્મોના મહિલા વિરોધી ડાયલોગ્સ મુંબઈ પોલીસને ન ગમ્યા, ક્રિએટિવ પોસ્ટ શૅર કરીને મેસેજ આપ્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ પોલીસ સો.મીડિયામાં પોતાની ક્રિએટિવિટી માટે જાણીતી છે. હવે મુંબઈ પોલીસે કેટલીક બોલિવૂડ ફિલ્મના સંવાદો અંગે વિચાર કરવાની તથા સાવચેતી રાખવાની વાત કહી છે, કારણ કે આ તમામ ડાયલોગ્સ મહિલા વિરોધી છે. મુંબઈ પોલીસે મહિલા સુરક્ષા પર જાગૃતતા ફેલાવી છે.

મુંબઈ પોલીસે પોતાના સો.મીડિયા હેન્ડલ પર બોલિવૂડ ફિલ્મના સીનની સાથે સંવાદો શૅર કર્યા છે. આ ફિલ્મમાં 'હમ તુમ્હારે હૈ સનમ', 'માલામાલ', 'દિલ ધડકને દો', 'દબંગ', 'ચશ્મેબદ્દૂર', 'ઉજડા ચમન' તથા 'કબીર સિંહ'ના સંવાદોનો ઉલ્લેખ કર્યો છે.

ફિલ્મમાં 'કબીર સિંહ'ના બે સંવાદો છે. ફિલ્મના એક સીનમાં કબીર (શાહિદ કપૂર) પોતાની પ્રેમિકા પ્રીતિ (કિઆરા અડવાણી)ને કહે છે, 'પ્રીતિ ચુન્ની ઠીક કરો.' ફિલ્મના અન્ય એક સીનમાં કબીર પોતાની પ્રેમિકા માટે કહે છે, 'વો મેરી બંદી હૈ.'

આ પોસ્ટ શૅર કરીને મુંબઈ પોલીસે કહ્યું હતું, 'સિનેમા આપણા સમાજનો અરીસો છે. અહીંયા બસ કેટલાંક સંવાદો છે. આ સંવાદો પર સમાજ તથા થિયેટર બંનેએ વિચાર કરવાની જરૂર છે. શબ્દો તથા એક્શન સાવચેતીથી પસંદ કરો.' મુંબઈ પોલીસની આ પોસ્ટને ઝોયા અખ્તર, અદિતિરાવ હૈદરી સહિતના સેલેબ્સે વખાણ કર્યા હતા.