તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટરના મોત કેસમાં ટ્વિસ્ટ:મુંબઈ પોલીસે સ્વીકાર્યું, અક્ષત ઉત્કર્ષની હત્યા થઈ હતી, ગર્લફ્રેન્ડે ટુવાલથી ગળેફાંસો ખાધો હોવાનું કહ્યું હતું

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક્ટર અક્ષત ઉત્કર્ષનું મોત 27 સપ્ટેમ્બરના રોજ થયું હતું, પરિવારે મોત પર શંકા પ્રગટ કરી હતી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
એક્ટર અક્ષત ઉત્કર્ષનું મોત 27 સપ્ટેમ્બરના રોજ થયું હતું, પરિવારે મોત પર શંકા પ્રગટ કરી હતી (ફાઈલ તસવીર)

એક્ટર અક્ષત ઉત્કર્ષના મોત કેસમાં ગુરુવાર (19 નવેમ્બર)ના રોજ મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. અંબોલી પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે 302 (હત્યા)નો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ કેસમાં IPCની કલમ 34 પણ લગાવી છે. આ વાત સાબિત કરે છે કે અક્ષતની હત્યામાં ઘણાં લોકો સામેલ હતા. આ પહેલાં 27 સપ્ટેમ્બરના રોજ પોલીસે આ કેસમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) દાખલ કર્યો હતો.

અક્ષત મૂળ મુઝફ્ફરપુરના સિકંદરપુરનો રહેવાસી હતો. પરિવારે આક્ષેપ મૂક્યો હતો કે અક્ષતની હત્યા થઈ હતી. તેમણે મુંબઈ પોલીસ પર સહયોગ ના આપવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. મુંબઈ પોલીસે પરિવારને અક્ષતના મૃત્યુના કેસમાં ફાઈલ થયેલી FIRની કોપી પણ આપી નહોતી.

એક્ટ્રેસ સાથે લિવ ઈનમાં રહેતો હતો
અક્ષત, સ્નેહા ચૌહાણ નામની યુવતી સાથે લિવ ઈનમાં રહેતો હતો. સ્નેહા પણ એક્ટ્રેસ છે. પરિવારનો આક્ષેપ હતો કે તેમણે સ્નેહાને ફોન કર્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. પછી સ્નેહાએ કથિત આત્મહત્યાની વાત કરી હતી. અક્ષતના પિતા વિજયંત સિંહે આક્ષેપ મૂક્યો હતો કે તેમના દીકરાએ આત્મહત્યા કરી નથી. આ સુયોજિત મર્ડરનો કેસ છે.

મરવાનો થોડાં કલાક પહેલાં અક્ષતે પિતા સાથે વાત કરી હતી
અક્ષતના મામા રંજુ સિંહે કહ્યું હતું કે આખી ઘટના શંકાસ્પદ છે. અક્ષયે 27 સપ્ટેમ્બરે રાત્રે પોણા નવ વાગ્યે પિતા વિજયંત કિશોર સાથે વાત કરી હતી. તે જ રાત્રે સાડા દસથી અગિયાર વચ્ચે તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. અક્ષત સાથે રહેતી તેની ફિમેલ ફ્રેન્ડ સ્નેહા ચૌહાણે પરિવારને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. સ્નેહા મૂળ નોઈડાની રહેવાસી છે. સ્નેહાએ અક્ષતના કઝીન ભાઈને ફોન કરીને કહ્યું હતું કે અક્ષતે ગળેફાંસો ખાધો છે.

મોટા ટુવાલથી કઈ રીતે ફાંસી લગાવી શકે છે
જાણકારી મળ્યા બાદ અક્ષતના પરિવારના લોકો 28 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ ફાંસી લગાવ્યા બાદ અક્ષતને ગંભીર હાલતમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ગંભીર સ્થિતિ જોઈને તેને કૂપર હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો. કૂપર હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. પરિવારે આરોપ લગાવ્યો હતો કે 6 ફૂટની હાઈટવાળો અક્ષત મોટા ટુવાલથી ફાંસી લગાવીને કઈ રીતે મરી શકે છે?

પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો
અક્ષત બે વર્ષથી મુંબઈના અંધેરી વેસ્ટમાં રહેતો હતો. તેણે MBA કર્યું હતું. મુંબઈમાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવાની સાથે એક્ટિંગ પણ કરતો હતો. અપકમિંગ ફિલ્મ 'લિટ્ટી ચોખા'માં તેનો રોલ હતો.

પોલીસે આત્મહત્યા ગણાવી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર અક્ષતે આત્મહત્યા કરી છે. તે કામ ન મળવાને કારણે ઉદાસ હતો. અક્ષત RTO પાસે અંધેરી વેસ્ટમાં પાર્ટનર સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો.

અક્ષત મરતા પહેલાં અજીવ વર્તન કરતો હતોઃ પ્રેમિકા
સ્નેહાએ કહ્યું હતું, 'અક્ષત રવિવારે (27 સપ્ટેમ્બર) સાંજે વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. અંદાજે કલાક સુધી વાત કર્યા અને સૂતા પહેલાં ડિનર સાથે કર્યું હતું. જ્યારે હું રાત્રે અંદાજે 11:30 વાગ્યે જાગી તો અક્ષત હોલમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મેં તરત પોલીસને 100 નંબર પર જાણકારી આપી. અંબોલી પોલીસ આવી અને હોસ્પિટલ લઇ ગઈ જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો