શાહરુખનો દીકરો ફસાયો:સીનિયર વકીલે કહ્યું, આર્યન પર કેસ થશે એ નક્કી, તેણે ડ્રગ્સ લીધું છે કે નહીં તેનાથી કોઈ ફેર પડતો નથી

મુંબઈ2 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અનેક એક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જોકે, શનિવાર, બીજી ઓક્ટોબરના રોજ ક્રૂઝ પર NCBએ દરોડા પાડ્યા હતા અને ત્યારથી જ એ સવાલ થઈ રહ્યો છે કે બોલિવૂડ એક્ટર્સને કાયદાનો ડર નથી? શનિવારે દરોડા પાડ્યા તેમાં શાહરુખનો દીકરો આર્યન ખાન પણ સામેલ છે.

દરોડા તથા ત્યારબાદની કાર્યવાહી પર NCB અધિકારી સમીર વાનખેડેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં તે કંઈ કહી શકશે નહીં. મીડિયા સપોર્ટ આપે.

આર્યને ભલે ડ્રગ્સ ના લીધું હોય છતાં કેસ થશે
સેલેબ્સના કેસ લડનારા વકીલ નિતિન સાતપુડેએ કહ્યું હતું કે આર્યન ખાનની મુશ્કેલી વધી ગઈ છે. જો તેણે ડ્રગ્સ ના લીધું હોય અથવા તેની પાસેથી ડ્રગ્સ મળ્યું છો તો NDPS કાયદા હેઠળ કાર્યવાહી થશે. જો તેણે ડ્રગ્સ નથી લીધું અને તેની પાસેથી ડ્રગ્સ મળ્યું પણ નથી તો પણ તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. એનું કારણ છે કે તે રેવ એટલે કે ડ્રગ્સ પાર્ટીમાં સામેલ હતો.

સુશાંતના મોત બાદથી NCB સુપર એક્ટિવ
શનિવાર, 2 ઓક્ટોબરની પાર્ટી બાદ જે પણ લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે, તેમાંથી કેટલાક જાણીતા છે. કોર્પોરેટ વર્લ્ડ ઉપરાંત નેતાઓના બાળકો પણ છે. જોકે, NCBએ આ નામોનો હજી સુધી ઘટસ્ફોટ કર્યા નથી. આર્યન રેવ પાર્ટીમાં મિત્ર અરબાઝ મર્ચન્ટ સાથે આવ્યો હતો. અરબાઝ દિલ્હીના જાણીતા બિઝનેસમેનનો દીકરો છે.

14 જૂન, 2020માં સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો અને ત્યારથી NCBએ ઘણાં સેલેબ્સની પૂછપરછ કરી છે અને કેટલાંકની ધરપકડ કરી છે. અત્યાર સુધી 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોટા ભાગે ડ્રગ પેડલર છે.