હવે ભાઈ બન્યો:મહિલા રાખડી બાંધ્યા બાદ સોનુ સૂદના પગે લાગવા લાગી, એક્ટરે સામે બે હાથ જોડ્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • સોનુ સૂદ ઘરની બહાર આવીને કોરોનાના દર્દીઓનાં સગાંને મળ્યો હતો
  • થોડા સમય પહેલાં સોનુ સૂદે બેરોજગાર યુવકને નોકરી અપાવી હતી

કોરોનાકાળમાં સોનુ સૂદ લોકોની મદદ કરીને મસીહા બની ગયો છે. ગયા વર્ષે શ્રમિકોની મદદ કરવાનું શરૂ કર્યા બાદ સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને વિવિધ રીતે મદદ કરી હતી. આ વર્ષે સોનુ સૂદે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન અપાવવાની વ્યવસ્થા કરી હતી. હાલમાં જ સોનુ સૂદનો એક નવો વીડિયો સામે આવ્યો છે.

શું છે આ વીડિયોમાં?
સોનુ સૂદ આ વીડિયોમાં પોતાના ઘરની બહાર ઊભો છે. આ વીડિયો ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ સો.મીડિયામાં પોસ્ટ કર્યો છે. હાલમાં જ સોનુ સૂદ ઘરની બહાર કોરોનાના દર્દીઓનાં સગાંને મળ્યો હતો, જેમાંથી એક મહિલાએ સોનુ સૂદને રાખડી બાંધી હતી. રાખી બાંધ્યા બાદ તે મહિલા સોનુ સૂદના પગે લાગવા જતી હતી. જોકે એક્ટરે તરત જ તે મહિલાને રોકી હતી. આટલું જ નહીં, સોનુ સૂદે કહ્યું હતું કે તે આવું ના કરે. પછી મહિલા આગળ બે હાથ જોડ્યા હતા. તે મહિલાએ સોનુ સૂદને પોતાના ભાઈ સમાન ગણાવ્યો હતો.

ચાહકોએ કહ્યું, તમે ગ્રેટ તથા સાચા હીરો
સોનુ સૂદનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઈરલ થયો છે. એક ચાહકે કહ્યું હતું, 'કોરોનાકાળમાં સર, તમે ગરીબ, લાચાર લોકોના નાયક નહીં, પરંતુ મહાનાયક છો. તમે ગ્રેટ છો. મારી દુઆઓમાં તમને યાદ કરું છું અને ખુદાને પ્રાર્થના કરું છું કે તે તમને તંદુરસ્ત તથા દરેક મુશ્કેલીઓથી દૂર રાખે.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'તમે ખરેખર મહાન તથા સાચા હીરો છો. મારે તમને મળવું છે.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'જ્યારે એક બહેન રાખડી બાંધે છે, એનો અર્થ એ છે કે ભાઈ તેને દરેક મુસીબતથી બચાવે છે. સોનુ સૂદ રક્ષક છે અને સાચે જ રાખડી બાંધવાને કાબિલ છે.'

હાલમાં જ એક બેરોજગારને નોકરી અપાવી હતી
થોડા દિવસ પહેલાં જ સોનુ સૂદનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં સોનુ સૂદે એક યુવકને નોકરી અપાવી હતી. જ્યારે તે યુવકની નોકરી પાક્કી થઈ ગઈ તો તે રડવા લાગ્યો હતો. તે સોનુ સૂદનો આભાર માનવા માટે પગે લાગવા જતો હતો. જોકે સોનુ સૂદે તે યુવકને સમજાવ્યો હતો કે તે આવું ના કરે.

સો.મીડિયામાં કહ્યું, અસહાય ફીલ થાય છે

સોનુ સૂદે હાલમાં સો.મીડિયામાં કહ્યું હતું, 'જ્યારે લોકો તેની પાસે મદદ માગે છે અને તે બચાવવામાં અસમર્થ બને છે તો તેને બહુ જ અસહાય ફીલ થાય છે. જે દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હોય તેને જ્યારે ગુમાવીએ છીએ ત્યારે પોતાના ગુમાવ્યા હોય એવું લાગે છે. જે પરિવારને તેમના પ્રિયજનને બચાવવાનું વચન આપ્યું હોય તેને ના બચાવી શક્યા હોઈએ ત્યારે તે પરિવારનો સામનો કરવો ઘણો જ મુશ્કેલ છે. આ જ મેં આવા જ કેટલાક લોકોને ગુમાવી દીધા છે. જે પરિવારની સાથે તમે રોજ 10 વાર સંપર્કમાં રહેતા હતા, તેમનાથી હંમેશાં માટે સંપર્ક ગુમાવી દીધો. અસહાય ફીલ કરી રહ્યો છું.'

અન્ય સમાચારો પણ છે...