તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત સિંહનો 35મો જન્મદિવસ:મુકેશ ખન્ના બોલ્યા 'તેમના જન્મ દિવસ પર એ જ પ્રાર્થના કરીશ કે તેમને જલ્દી ન્યાય મળે'

8 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

ગયા વર્ષે થયેલ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયુ.સીબીઆઈએ આ મામલે તપાસ કરી પરંતુ ઘણાં લોકો તેમની તપાસથી નાખુશ છે. જેમાંના એક દિગ્ગજ એક્ટર મુકેશ ખન્ના પણ છે. મુકેશ ખન્નાએ સુશાંતના જન્મદિવસ પર કેટલીક વાતો શેર કરી છે. આ વાતચીતમાં તેમણે સીબીઆઈ તપાસની ગતિ પર પણ નારાજગી દર્શાવી

કેસને ફાસ્ટ ટ્રેક પર લાવવામાં આવે- મુકેશ
મુકેશ વધુમા જણાવે છે કે 'મને દુખની સાથોસાથ અચરજ પણ છે કે સુશાંતના મોતને સાત મહિના થઈ ગયા પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો, આપણે બધાએ સીબીઆઈ તપાસની માગ કરી હતી. પરંતુ અધિકારીઓેને હજુ કેટલી ઈન્કવાયરી કરાવવી છે કે હજુ સુધી એ સાબિત નથી કરી શક્યા કે સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવામાં આવ્યો હતો. હવે આ કેસને ફાસ્ટ ટ્રેક પર લાવવો જોઇએ.' મુકેશે રિયા અને તેના ભાઈ શોવિક પર પણ આરોપ લગાવ્યા હતા.

સુશાંત 14 જૂન, 2020ના રોજ તેના મુંબઈ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ તેને આત્મહત્યા ગણાવવામાં આવી હતી પણ પછી શંકાસ્પદ સ્થિતિમાં CBIને તપાસ સોંપવામાં આવી જે હજુ સુધી ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...