તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્તિમાનને આવ્યો ગુસ્સો:ગુટખા-પાનમસાલાની એડ્સ કરનારા અજય દેવગણ અને શાહરુખ ખાન પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ઊંચા લોકોની નીચી પસંદ

9 મહિનો પહેલા

મુકેશ ખન્ના ઘણીવાર સોશિયલ મીડિયા પર સામાજિક મુદ્દા પર તેમની વાત રજૂ કરે છે. હાલમાં જ એક્ટરે શાહરુખ ખાન અને અજય દેવગણ પર નશીલી વસ્તુના પ્રચારને લઈને પોતાનો ગુસ્સો રજૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટરે અજય દેવગણ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો, જેના પર લખ્યું હતું 'કભી ખુદ ખાકર દેખા હૈ? (ક્યારેય પોતે જ ખાઈને જોયું છે?)

કેપ્શનમાં એક્ટરે લખ્યું, 'બોલો ઝુબાન કેસરી, ઊંચે લોગો કી પસંદ, મેં યું હી નહીં બન જાતા, આઈ એમ ધ મેન ઓફ ઓલ સીઝન. શું છે આ બધું? લોકોને ભ્રમિત કરવાનો જોખમી રસ્તો. હાનિકારક વસ્તુઓનો નાટકીય રીતે દુષ્પ્રચાર. કોઈ નથી રોકતું આને, ના ખાવાવાળા, ના પ્રચારક, ના સરકાર. કોઈના બાપનું શું જાય છે.'

એક્ટર્સના પ્રચારથી ગુસ્સો
આ મુદ્દે જોડાયેલો એક વિડિયો પણ એક્ટરે શેર કર્યો, જેમાં તેમણે કહ્યું, 'આપણી આસપાસ ઘણી એવી પ્રોડક્ટ્સ છે, જે શરીર માટે હાનિકારક છે, પણ તેમ છતાં સરકાર એને મંજૂરી આપે છે. હું સિગારેટ, દારૂ અને ગુટખાની વાત કરી રહ્યો છું. મને સરકારથી વધુ આશ્ચર્ય એ બોલિવૂડ એક્ટર્સથી થયું, જેઓ પોતાનો ચહેરો આપીને આનો પ્રચાર કરે છે.'

શક્તિમાનનું કમબેક
મુકેશ ખન્નાના સૌથી લોકપ્રિય શો 'શક્તિમાન' પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. 'શક્તિમાન' 1997થી લઈને 2005 સુધી દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઇ હતી. આ સ્ટોરી પર હવે 3 ભાગમાં ફિલ્મ બનશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જૂન પછી શરૂ થશે.