સુશાંતની યાદો:'એમ.એસ. ધોની'ના પ્રોડ્યુસર કમલ જૈને કહ્યું, સવારે 6 વાગ્યે ક્રિકેટ ગ્રાઉન્ડ પર સુશાંત જોવા મળતો, હેલિકોપ્ટર શોટ માટે એક મહિનો પ્રેક્ટિસ કરી

10 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
સુશાંત સિંહ રાજપૂત અને મહેન્દ્ર સિંહ ધોની સાથેનો આ ફોટો કમલ જૈને દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો છે. - Divya Bhaskar
સુશાંત સિંહ રાજપૂત અને મહેન્દ્ર સિંહ ધોની સાથેનો આ ફોટો કમલ જૈને દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો છે.

સુશાંત સિંહના મૃત્યુ બાદ આજે તેની પહેલી બર્થ એનિવર્સરી પર 'એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'ના પ્રોડ્યુસર કમલ જૈને તેને યાદ કર્યો અને તેની સાથેના પોતાના બોન્ડિંગ વિશે જણાવ્યું. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, 'સુશાંત જીગરી દોસ્ત હતો. તેની સાથે મારું ખાસ બોન્ડિંગ હતું. અમે વધુ એક ફિલ્મ સાથે કરવાના હતા. પોતાના સપનાને પૂરા કરવા બાબતે તે ઘણો સટીક અને સ્પષ્ટ માણસ હતો. તેના સપના અને તેના ગોલમાં કોઈ અંતર ન હતું. પોતાના ગોલ પ્રાપ્ત કરવા માટે તે ખૂબ મહેનત કરતો હતો.'

કમલ જૈને કહ્યું, 'એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી બનાવતા સમયે અમે લગભગ 6 મહિના સુધી ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે 6 વાગ્યાથી હાજર રહેતા હતા. તે ધોનીની સ્ટાઇલ મેળવવા માટે ઘણી પ્રેક્ટિસ કરતો હતો. માત્ર હેલિકોપ્ટર શોટ માટે એક મહિનો પ્રેક્ટિસ કરી હતી. મેં 5 વર્ષ સુધી પર્સનલી એક સાક્ષી તરીકે જોયું છે કે એક સામાન્ય છોકરો મોટો બોલિવૂડ સ્ટાર બની રહ્યો છે. 'એમ.એસ. ધોની' તે વેન્ચર હતું જેમાં અમે મળીને સાથે કામ કર્યું અને સુશાંતને સ્ટ્રોંગ થતો જોયો.'

તેને ક્યારેય મળી ન શકી, એકવાર મળવું જોઈતું હતું: સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર કહે છે, 'જેમ મેં અગાઉ પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે હું સુશાંતને ક્યારેય નથી મળી. પણ એકવાર મળવું જરૂર હતું. તે અદભુત માણસ હતા. સારા અને શાઈનિંગ સ્ટાર હતા, જેને આપણે ખોઈ દીધા. જે થયું તે દુખદ થયું. મારા પ્રમાણે જો આપણે સુશાંતને યાદ કરવો છે તો, પરસ્પર લડવાનું, ખરાબ વાતો કરવાનું, તેની ગર્લફ્રેન્ડ વિશે ખરાબ વાતો કરવાનું અને તેને ખરાબ બોલવાનું, તેનું નામ લઈને બીજાને હેરાન કરવા યોગ્ય વાત નથી.'

સ્વરાએ આગળ કહ્યું, 'જો તમે સુશાંતના ચાહનારા છો, તેને યાદ કરો છો તો તેની ફિલ્મો જુઓ. સુશાંતની લાઈફમાં જે સફળતાના ક્ષણ હતા, તેને સેલિબ્રેટ કરો. કોઈબીજાને તેના નામ પર ગાળો ન આપીએ, હેરાન ન કરીએ કે ધમકી ન આપીએ. આ બધી ખોટી વસ્તુ છે. મને લાગે છે કે જે સુશાંતના અસલી ફેન છે તે જરૂર તેની સફળતાનું જશ્ન મનાવશે અને તેની ફિલ્મો જોશે.'

(જેવું કમલ જૈને અમિત કર્ણ અને સ્વરા ભાસ્કરે જ્યોતિ શર્મા સાથે શેર કર્યું)