તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવરફુલ વાઇફ:મિસિસ કોહલીએ પતિને તેડી લીધો, ઇન્ડિયન કેપ્ટન આશ્ચર્યચકિત થઈને બોલ્યો- 'ઓ તેરી'

મુંબઈ6 દિવસ પહેલા
  • અનુષ્કા શર્માએ સો.મીડિયામાં રમૂજી વીડિયો શૅર કર્યો

વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા સો.મીડિયામાં ઘણીવાર એકબીજાની ફન્ની પોસ્ટ શૅર કરતાં હોય છે. સો.મીડિયામાં વિરાટ તથા અનુષ્કા ફન્ની પોસ્ટથી લઈ ફન્ની ગેમ રમતાં હોય છે. તાજેતરમાં જ અનુષ્કાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. અનુષ્કાની હરકતને કારણે વિરાટ એકદમ નવાઈમાં મુકાઈ ગયો હતો.

શું હતું વીડિયોમાં?
અનુષ્કા તથા વિરાટ કોહલી શૂટિંગ દરમિયાન હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં. શૂટિંગના બ્રેક દરમિયાન અચાનક જ અનુષ્કાએ વિરાટને ઊંચકી લીધો હતો અને વિરાટ નવાઈમાં બોલી પડ્યો હતો કે 'ઓ તેરી.' અનુષ્કા બોલી હતી કે વિરાટ જાણી જોઈને ઊંચો થયો હતો. ત્યાર બાદ અનુષ્કાએ વિરાટને કહ્યું હતું કે તે જાતે ઊંચો ના થાય અને પછી અનુષ્કાએ ફરી એકવાર વિરાટને ઊંચક્યો હતો. અનુષ્કાએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'શું આ મેં કર્યું છે?'

ડિલિવરીના બે મહિનામાં જ ફિટ જોવા મળી

દીકરીના જન્મના અંદાજે બે મહિનાને 20 દિવસ બાદ એટલે કે 31 માર્ચના રોજ અનુષ્કા શર્મા કામ પર પાછી ફરી છે. અનુષ્કા વેનિટી વેનની બહાર જોવા મળી હતી. અનુષ્કા શોર્ટ વ્હાઈટ ટોપ તથા ડેનિમ પેન્ટ્સમાં હતી. તેણે માસ્ક પહેર્યું હતું. ડિલિવરીના બે મહિના બાદ જ અનુષ્કા એકદમ ફિટ એન્ડ ફાઈન જોવા મળી હતી. ડિલિવરી પહેલાં અનુષ્કાએ કહ્યું હતું કે તે બાળકના જન્મ બાદ કામ ચાલુ કરી દેશે. તે ઘરમાં એ રીતની સિસ્ટમ ઊભી કરશે કે તે અંગત તથા પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી શકશે. તે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી કામ કરવાનું ચાલુ રાખશે. તેને કામ કરવાથી ઘણો જ આનંદ આવે છે.

ડિલિવરી દરમિયાન પણ કામ કર્યું હતું
અનુષ્કાએ ડિલિવરી દરમિયાન જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. કોરોનાકાળમાં અનુષ્કાએ તમામ પ્રકારની સાવધાની રાખીને કામ ચાલુ રાખ્યું હતું.

હાલમાં જ અમદાવાદથી પૂણે ગઈ હતી
ભારત તથા ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20ની મેચ અમદાવાદમાં રમાઈ હતી. અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અમદાવાદ આવી હતી. ટી-20 સિરીઝ બાદ પુણેમાં ત્રણ વનડે મેચ હતી. અનુષ્કા શર્મા દીકરી તથા પતિ વિરાટ કોહલી સાથે પુણે પણ ગઈ હતી.

પહેલી ફેબ્રુઆરીએ દીકરીની તસવીર શૅર કરી હતી

પહેલી ફેબ્રુઆરીએ અનુષ્કાએ દીકરીની તસવીર શૅર કરી હતી. જોકે અનુષ્કાની દીકરીનો ચહેરો દેખાતો નહોતો. શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી, પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.' વામિકાનો અર્થ દેવી દુર્ગા એવો થાય છે.

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો

32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યા હતા અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો