આમિર ખાનના વંશજોની લાઈફ:3 બાળકોનો પિતા છે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન, જાણો ત્રણેય બાળકોની લાઈફ કેવી છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમિર ખાન અને કિરણ રાવને એક દીકરો 'આઝાદ' છે. સેપરેશન બાદ પણ બંને તેને જોઈન્ટ કસ્ટડીમાં રાખશે
  • પ્રથમ પત્ની રીના દત્તા સાથે આમિરને એક દીકરો જુનૈદ અને દીકરી ઈરા છે
  • આમિરનો પ્રથમ દીકરો જુનૈદ ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે

બોલિવુડ એક્ટર આમિર ખાન અને પત્ની કિરણ રાવે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. પોતાના ડિવોર્સ વચ્ચે બંનેએ જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે, તેમાં ડિવોર્સ પ્લાનિંગથી લઈને બંનેના દીકરા આઝાદની કસ્ટડીનો ઉલ્લેખ કર્યો છે.

ત્રણ બાળકોનો પિતા આમિર ખાન
આમિર ખાને 2 લગ્ન કર્યા અને તેનાં 3 બાળકો છે. રીના દત્તા સાથે આમિરને એક દીકરો જુનૈદ અને દીકરી ઈરા છે. બીજી પત્ની કિરણ રાવ સાથે તેને એક દીકરો આઝાદ છે. મિસ્ટર પર્ફેક્શનિસ્ટના ત્રણેય બાળકોની લાઈફ કેટલી પર્ફેક્ટ છે આવો જાણીએ...

આઝાદ

આમિર ખાન કિરણ રાવ અને આઝાદ સાથે
આમિર ખાન કિરણ રાવ અને આઝાદ સાથે

આમિર ખાન અને કિરણ રાવના દીકરાનું નામ આઝાદ છે. આમિર અને કિરણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું છે. તેવામાં સૌના મનમાં એ જ સવાલ છે કે આઝાદની કસ્ટડીનું શું?! બંનેએ તેમના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આઝાદની કસ્ટડીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે બંને જોઈન્ટ કસ્ટડીમાં એકસાથે આઝાદનો ઉછેર કરશે. આઝાદની ઉંમર હાલ 10 વર્ષની છે.

ઈરા ખાન

પિતા સાથે દીકરી ઈરા ખાન
પિતા સાથે દીકરી ઈરા ખાન

આમિર ખાનની લાડકવાયી દીકરીનું નામ ઈરા ખાન છે. ઈરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની પર્સનલ લાઈફના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ ઈરાએ ડિપ્રેશન સાથેનો પોતાનો એક્સપિરિઅન્સ શેર કર્યો હતો તે સમયે તે ટોક ઓફ ધ ટાઉન બની હતી. ઈરા આર્ટિસ્ટ છે અને તેનો બોયફ્રેન્ડ છે. ઈરા તેના બોય ફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

જુનૈદ ખાન

આમિરનો પ્રથમ દીકરો ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યૂ કરશે
આમિરનો પ્રથમ દીકરો ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યૂ કરશે

આમિર ખાનનો પ્રથમ દીકરો જુનૈદ ખાન તેના જ જેવો ડેશિંગ અને સ્માર્ટ છે. જુનૈદ ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'મહારાજા'થી પોતાના કરિયરનું શ્રી ગણેશ કરશે.

અન્ય સમાચારો પણ છે...