તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:સાંસદ અનુપ્રિયા પટેલે વેબ સીરિઝ 'મિર્ઝાપુર' અંગે PM મોદી અને CM યોગીને ફરિયાદ કરી, કહ્યું- જિલ્લાને બદનામ કરી રહ્યા છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

'મિર્ઝાપુર' વેબ સીરિઝની બીજી સિઝનની દર્શકો આતુરતાથી રાહ જોતા હતા. અંતે બે વર્ષ બાદ 22 ઓક્ટોબરના રોજ આ સીરિઝનો બીજો ભાગ સ્ટ્રિમ કરવામાં આવ્યો હતો. બીજી સિઝન ચાહકોને ઘણી જ પસંદ આવી છે અને તેના સંવાદો પણ ચાહકોને ગમ્યા છે. જોકે, હવે આ સીરિઝ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાની સાંસદ અનુપ્રિયા પટેલે વેબસીરિઝ 'મિર્ઝાપુર'ને હિંસક ગણાવીને આની વિરુદ્ધ તપાસની માગણી કરી છે. અનુપ્રિયાએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટૅગ કરીને સીરિઝની તપાસ કરવાની માગ કરી છે.

શોમાં શહેરને હિંસક બતાવવામાં આવ્યું
અનુપ્રિયાએ ટ્વીટમાં કહ્યું હતું, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના નેતૃત્વમાં મિર્ઝાપુરમો વિકાસ થઈ રહ્યો છે. આ સમરસતાનું કેન્દ્ર છે. 'મિર્ઝાપુર' નામની વેબસીરિઝના માધ્યમથી આ વિસ્તારને હિંસક ગણાવીને બદનામ કરવામાં આવી રહ્યો છે. આ સીરિઝના માધ્યમથી જાતીય વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે.

બીજી ટ્વીટમાં અનુપ્રિયાએ કહ્યું હતું, 'મિર્ઝઆપુર જિલ્લાની સાંસદ હોવાને કારણે મારી માગણી છે કે આની તપાસ થવી જોઈએ અને ત્યારબાદ કાર્યવાહી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્રાઈમ પર 'મિર્ઝાપુર 2' 23 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. જોકે, આ સીરિઝ 22 ઓક્ટોબરે જ રિલીઝ કરી દેવામાં આવી હતી. આ સીરિઝને મિહિર દેસાઈ તથા ગુરમીત સિંહે ડિરેક્ટ કરી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગલ, શ્રેયા પિંગલાવકર, લિલીપુટ, કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો છે. ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાણીએ આ સીરિઝ પ્રોડ્યૂસ કરી છે.

દરેક બાબતમાં ડબલ ડોઝ
10 એપિસોડની 'મિર્ઝાપુર 2' દરેક બાબતમાં ડબલ ડોઝ આપે છે. પછી તે હિંસા હોય કે ગાળો કે ન્યૂડ સીન કે પછી ડબલ મીનિંગ જોક. આ વખતે મેકર્સે દરેક બાબતમાં એક ડગલું આગળ રહેવાનો પ્રયાસ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો