તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂવી રિવ્યૂ:પરિવારને બચાવવા માટે સામાન્ય માણસમાંથી એક્સ્ટ્રા ઑર્ડિનરી બનવા સુધીની વાત, મોહનલાલની ‘દૃશ્યમ 2’ જોવાલાયક છે

મુંબઈ9 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
રેટિંગ4/5
સ્ટારકાસ્ટમોહનલાલ, મીના, અનસિબા હાસન, અસ્થર અનિલ, આશા સરત, મુરલી ગોપી, કેબી ગણેશ કુમાર
ડિરેક્ટરજીતુ જોસેફ
પ્રોડ્યૂસરએન્ટની પેરુંબાવૂર
સંગીતઅનિલ જોનસન

‘દૃશ્યમ 2’ વાર્તા, પટકથા, સંવાદ, એક્ટિંગ તથા ટ્રીટમેન્ટ સહિત દરેક પાસામાં પર્ફેક્ટ સાબિત થઈ છે. આ ફિલ્મ જોવાલાયક છે. તમામ પાત્રો એકદમ નેચરલ લાગે છે. ફિલ્મનું રાઈટિંગ તથા ઍડિટિંગ એટલું સહજ છે કે અઢી કલાક ક્યાં પૂરા થઈ જાય છે, તે ખ્યાલ જ આવતો નથી.

ઑર્ડિનરી માણસની એક્સ્ટ્રાઓર્ડિનરી બનવાની વાર્તા
ફિલ્મની વાર્તા પોતાના પરિવાર પર મુશ્કેલી આવ્યા બાદ એક સામાન્ય માણસ કેવી રીતે એક્સ્ટ્રા ઑર્ડિનરી બને છે, તેની વાત કરે છે. ફિલ્મની વાર્તા ત્યાંથી શરૂ થાય છે, જ્યાં ભાગ એક પૂરો થયો હતો. નાયક જ્યોર્જકુટ્ટી એટલ કે મોહનલાલે એક્સ પોલીસ અધિકારી એટલે કે પ્રભાકર પરિવારના નબીરાની લાશ ક્યાં છુપાવી છે, તેની તપાસ ચાલે છે.

આ વાતને છ વર્ષ થઈ ચૂક્યા હોય છે. જોકે, પોલીસ હજી પણ એ શોધી શકી નથી. આને કારણે લોકોની વચ્ચે પોલીસની મજાક ઉડાવવામાં આવે છે. પોલીસ વિભાગનો ઈગો હર્ટ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીએ પણ હાર માની નથી. પોલીસ અધિકારી પોતાની રીતે બે વર્ષની મહેનત બાદ શોધી કાઢે છે કે આખરે શું બન્યું હતું? ત્યારબાદ શું થાય છે? પોલીસ નાયકને ગુનેગાર સાબિત કરી શકે છે? હીરો પોતાના બચાવમાં શું કરે છે? ફિલ્મ જોયા બાદ આ તમામ સવાલોના જવાબ મળશે.

સ્ક્રીનપ્લે ફિલ્મની તાકત
ફિલ્મની તાકત તેનો સ્ક્રીનપ્લે છે. પોલીસ તથા મોહનલાલ વચ્ચે જે રમત રમાય છે, તેમાં વારાફરતી પોલીસ ને મોહનલાલની જીત થાય છે અને પછી હાર થાય છે. સ્ક્રીનપ્લે એક ઈંચ પણ તમને કોર વેલ્યૂથી દૂર હટવા દેતો નથી. પોલીસની તપાસ ઉપરાંત રાઈટર-ડિરેક્ટર જીતુ જોસેફે પ્લોટમાં એક સબ પ્લોટ પણ એડ કર્યો છે. તે સમાજ તથા પડોશીઓની ધારાણા આધારિત છે. પ્રેમ, મોહબ્બતમાં રિજેક્શનની વાત થાય તો તેની દોષી મહિલા જ છે. જો ગરીબે બદલો લીધો તો સમાજને તેના પ્રત્યે સંવેદના છે. જો ગરીબ થોડાં વર્ષ બાદ અમીર બની જાય છે તો સમાજને ઈર્ષ્યા થવા લાગે છે. હીરોની મોટી દીકરી પોતાના ભૂતકાળને કારણે ડર અનુભવે છે અને આ પ્લોટ પણ સમાંતર ચાલે છે. તે જ્યારે પણ પોલીસ સામેથી પસાર થાય છે તો એકદમ ડરી જાય છે. લાશ અંગે હીરોની પત્ની વારંવાર સવાલ કરે છે પરંતુ હીરો જવાબ આપતો નથી. આ વાત પણ યોગ્ય લાગે છે.

તમામની એક્ટિંગ સારી
એક્ટિંગની વાત કરીએ તો મોહનલાલ, મીના, મુરલી ગોપી સહિત બધાએ દમદાર એક્ટિંગ કરી છે. રાઈટિંગમાં કાયદાને નીચા પાડવાનું ગિમિક નથી. હીરો કાયદાની છટકબારીની મદદ લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો