ગદર 2:સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2નું મોશન પોસ્ટર રિલીઝ, એક્ટરે કહ્યું- 'બે દાયકા બાદ રાહ પૂરી થઈ'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા ગદર 2નું મોશન પોસ્ટર શેર કર્યું

ભારતીય સિનેમાની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ગદરની ટૂંક સમયમાં સિક્વલ ફિલ્મ આવી રહી છે જેના માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે મેકર્સે દશેરાના ખાસ પ્રસંગે આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે.

ફિલ્મના એક્ટર સની દેઓલે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા ગદર 2નું મોશન પોસ્ટર શેર કર્યું છે. તે સાથે એક્ટરે લખ્યું કે, બે દાયકા બાદ હવે રાહ પૂરી થઈ છે. દશેરાના શુભ પ્રસંગે ગદર 2 નું મોશન પોસ્ટર રિલીઝ કરી રહ્યા છીએ.

ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા લીડ રોલમાં જોવા મળશે, તેમજ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્મા કરશે. ફિલ્મની કહાની શક્તિમાન તલવારે તૈયાર કરી છે. વર્ષ 2022માં રિલીઝ થનારી ફિલ્મનું મ્યુઝિક પોપ્યુલર કમ્પોઝર મિથુન આપશે. ફિલ્મને ઝી સ્ટૂડિયો અને અનિલ શર્મા સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

ટૂંક સમયાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે
રિપોર્ટ્સના અનુસાર, ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ગદર 2ની કહાની અગાઉની ફિલ્મની કહાની પછીની હશે. તેમાં ઉત્કર્ષ શર્મા ફિલ્મની કમાન સંભાળતો જોવા મળશે.

પહેલી ફિલ્મ ગદર- એક પ્રેમ કથા 15 જૂન 2001માં રિલીઝ કરવામાં આવી હતી. 19 કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મે 13 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન પ્રાપ્ત કર્યું હતું.