ગૌરી ખાન રડી રડીને બેહાલ:કોર્ટમાં દીકરા આર્યન ખાનને જોતાં જ ગૌરી ખાન હીબકે ચઢી, માથે હાથ મૂકીને આંસુઓ છુપાવ્યાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કારમાં બેસીને ગૌરી ખાન રડી પડી
  • સો.મીડિયામાં ગૌરી ખાનનો વીડિયો વાઇરલ થયો

શાહરુખ ખાન તથા ગૌરી ખાનનો દીકરો આર્યન ખાનને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ 2 ઓક્ટોબરના રોજ અટકાયત કરી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. 7 ઓક્ટોબરના રોજ કોર્ટે 14 દિવસની જ્યુડિશયલ કસ્ટડી આપી હતી. હાલમાં જ ગૌરી ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ગૌરી ખાન ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળે છે.

દીકરાની હાલત જોઈ માતા નિઃસહાય
આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટો નકારી દીધી છે. હવે આર્યનના વકીલ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે. હાલમાં જ સો.મીડિયામાં ગૌરી ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં આર્યન ખાન NCBની ટીમ સાથે કોર્ટમાંથી બહાર આવે છે. આ સમયે કોર્ડની સામે એક કાર ઊભી હોય છે. આ કારની અંદર ગૌરી ખાન રડતી જોવા મળે છે. તે પોતાના હાથથી ચહેરો છુપાવે છે અને સતત રડતી જોવા મળે છે.

ગૌરી હીબકે ચઢી
સો.મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં ગૌરી ખાન સફેદ શર્ટ તથા બ્લૂ જીન્સમાં જોવા મળી છે. કારમાં તે બંને પગ સીટ પર રાખીને માથું ઘૂંટણ પર રાખ્યું હોય છે. તેનો ડ્રાઇવર વારંવાર તેની સામે જુએ છે. ગૌરી ખાન હીબકે ચઢી છે. થોડીવાર બાદ એક મહિલા કારમાં આવે છે અને કાર જતી રહે છે. માનવામાં આવે છે કે જે મહિલા ગૌરી સાથે બેસે છે તે શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી હોય છે.

આજે 51મો જન્મદિવસ
ગૌરી ખાનનો 8 ઓક્ટોબરના રોજ 51મો જન્મદિવસ છે. આર્યન ખાનની અટકાયત-ધરપકડ થઈ એ પહેલાં મન્નતમાં બર્થડે સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું, પરંતુ પછી આ પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો.

આર્થર રોડ જેલની બહાર આર્યન ખાન.
આર્થર રોડ જેલની બહાર આર્યન ખાન.

વીડિયો જોઈ યુઝર્સ ઇમોશનલ થયા
ગૌરી ખાનનો વીડિયો વાઇરલ થતાં યુઝર્સ ઘણા જ ઇમોશનલ થઈ ગયા હતા. યુઝર્સે ગૌરીને હિંમત રાખવાની સલાહ આપી હતી.

રડતી ગૌરી ખાનનો વીડિયો વાઇરલ

અન્ય સમાચારો પણ છે...