તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોરંજનની દુનિયાનું દુઃખ:4320 કરોડથી વધુ ઓનલાઈન મૂવી ટિકિટનું માર્કેટ ફરી જીવંત થાય તેવી આશા, છતાં માર્કેટ લીડર બુક માય શોમાં છટણી

મુંબઈ3 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
 • ગયા વર્ષે મલ્ટિપ્લેક્સ કંપનીઓમાં ભારે છટણી, હવે 'બેલ બોટમ'ની સાથે અનલૉક પર ટકેલી આશા

દેશના મોટાભાગના રાજ્યોમાં અનલૉકની સાથે થિયેટર ફરીથી શરૂ થવા જઈ રહ્યાં છે. અક્ષય કુમારની 'બેલ બોટમ' 27 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. જોકે, આશાભર્યા આ મહોલમાં પણ ઓનલાઈન ટિકિટના માર્કેટ લીડર બુક માય શોમાં છટણીની ચર્ચાથી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આને સિનેમા બિઝનેસ રિવાઈલમાં મોડું થયું એ ઉપરાંત ઓનલાઈન ટિકિટ માર્કેટમાં સ્પર્ધા તથા ડિજિટલ પ્લેટફોર્મ સહિતના અન્ય પાસા સાથે જોડવામાં આવે છે.

મોટાભાગે ઓનલાઈન બુકિંગ મલ્ટિપ્લેક્સમાં

 • દેશમાં અંદાજે 9600 સ્ક્રીન છે, જેમાં સિંગલ સ્ક્રીન અંદાજે 6300 છે. જોકે, ઓનલાઈન બુકિંગ મોટાભાગે મલ્ટિપ્લેક્સમાં જ થાય છે. ભારતમાં મલ્ટિપ્લેક્સની 3200 સ્ક્રીન છે, આમાંથી 70% ચાર કંપનીની છે.
 • ભારતમાં એક સ્ક્રીનમાં અંદાજે 200 સીટ હોય છે. એક સ્ક્રીનમાં રોજના પાંચના શો હિસાબે રોજની 1000 સીટ થઈ. આખા દેશમાં 3200 સ્ક્રીનના હિસાબે આ સંખ્યા 32 લાખ થાય છે.
 • વીક ડેઝમાં મલ્ટિપ્લેક્સની ઓક્યુપન્સી માત્ર 30-40% હોય છે. વીક એન્ડમાં પણ જો ફિલ્મ સુપરહિટ થાય તો 100% ઓક્યુપન્સી મળે છે. એવરેજ ઓક્યુપન્સી 50% માની શકાય.
 • ટિકિટના ભાવમાં ઘણો જ ડિફરન્સ હોય છે, પરંતુ અહીંયા પણ એવરેજ કાઢીએ તો મલ્ટિપ્લેક્સની સામાન્ય ટિકિટનો ભાવ 150 રૂપિયા હોય છે.
 • આના પરથી અંદાજ લગાવી શકાય કે ભારતમાં વર્ષે 4320 કરોડ રૂપિયાની મલ્ટિપ્લેક્સની ટિકિટ ઓનલાઈન વેચાય છે.

બુક માય શો ઓનલાઈન ટિકિટનો સુપરસ્ટાર

 • એક સમયે કહેવામાં આવતું કે બોલિવૂડમાં એકથી દસ નંબર પર અમિતાભ છે. ઓનલાઈન મૂવી ટિકિટ માર્કેટમાં પણ બુક માય શો સુપરસ્ટાર છે.
 • બુક માય શો ઓનલાઈન મૂવી ટિકિટ માર્કેટમાં 75% હિસ્સાનો દાવો કર્યો છે, પરંતુ માર્કેટ સોર્સ કહે છે કે Paytmએ ભાગ પડાવ્યો છે અને હવે આ હિસ્સો 60:40ના રેશિયામાં છે.
 • ઓનલાઈન મૂવી ટિકિટના માર્કેટમાં ડુઓપોલી છે. એટલે કે બુક માય શો તથા Paytm બે કંપનીઓનો લગભગ માર્કેટમાં છવાયેલી છે.
 • ઇનસાઇડર ઇન મૂવી ટિકિટ ઇન ઇવેન્ટ ફાયર ટિકિટ ગ્રીન મસ્તી ટિકિટ ટિકિટ ન્યૂ જસ્ટ ટિકિટ મૂવી ઇ કાર્ડ, ટિકિટ બાઝાર, વેબ ટિકટ્સ, ન્યૂ ટિકિટ પ્લીઝ જેવી અનેક ઓનલાઈન મૂવી ટિકિટિંગ એપ આવી ચૂકી છે. આમાંથી ઘણી બંધ થઈ ચૂકી છે તો કેટલાંકને બુક માય શો તથા Paytmએ ખરીદી લીધી છે. તમામ મલ્ટિપ્લેક્સની પોતાની એપ પણ છે.

બુક માય શોમાં શું સીન છે?

 • કંપની સિનેમા ઉપરાંત સ્પોર્ટ્સ, મ્યૂઝિક ઈવેન્ટ તથા ડ્રામા સહિત અનેક પ્રકારની ઈવેન્ટની ટિકિટ બુક કરે છે. કંપનીની 65% કમાણી સિનેમામાંથી જ થાય છે. કોરોનામાં બધુ બંધ થઈ ગયું છે.
 • ગયા અઠવાડિયે 200 તથા ગયા વર્ષે 270 મળીને કોરોના પછી કંપનીએ પોતાનો 30-40% સ્ટાફ ઓછો કર્યો છે.
 • ડિમોનેટાઈઝેશન પછી Paytm દેશમાં ઝડપથી વધ્યું. મૂવી ટિકિટ બુકિંગમાં પણ તેને હિસ્સો પડાવ્યો.
 • મલ્ટિપ્લેક્સ પણ પોતાની એપ પ્રમોટ કરે છે, જેને કારણે બુક માય શોની કન્વીનીયન્સ ફીના પૈસા બચી જાય.
 • ભવિષ્યનું વિચારીને બુક માય શોએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ પે પર વ્યૂ મોડલથી પોતાની સ્ટ્રીમ સર્વિસ શરૂ કરી, પરંતુ ખાસ આવક થઈ નહીં.
 • કંપની હજી પણ વર્ચ્યુઅલ ઈવેન્ટની ટિકિટનું વેચાણ કરે છે, પરંતુ અનલૉક પછી આ માર્કેટ કેટલું રહેશે, તે કોઈને ખબર નથી.

ગયા વર્ષે 134 કરોડનું નુકસાન
બુક માય શોની પેરેન્ટ કંપનીનું નામ બિગ ટ્રી એન્ટરટેઇનમેન્ટ છે. 1999માં આશીષ હેમ્રાજાનીએ પોતાની મિત્ર પરીક્ષિત દાર તથા રાજેશ બાલપાંડેની સાથે મળીને આ કંપની શરૂ કરી હતી. આ કંપની ભારતના 650 શહેરો ઉપરાંત ઈન્ડોનેશિયા તથા સિંગાપોરમાં પણ પોતાની સર્વિસ આપે છે. જોકે, ઓવરસીઝ કંપનીનું યુનિટ અલગ છે, તેની એપ 5 કરોડથી વધુ વાર ડાઉનલોડ થઈ ચૂકી છે.

2019-20માં કંપનીની રેવેન્યૂ 619 કરોડ રૂપિયા હતી અને 134 કરોડનું નુકસાન થયું હતું. ગયા નાણાકીય વર્ષની તુલનામાં આ 51 કરોડ વધુ હતું. એટલે કે નુકસાન 62% વધી ગયું.

ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડે
ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડે

આ તો માત્ર ટિપ ઓફ આઈસબર્ગ છે

 • ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે બુક માય શોની છટણી તો માત્ર ટિપ ઓફ આઈસબર્ગ છે. મોટાભાગના મલ્ટિપ્લેક્સે છેલ્લાં દોઢ વર્ષમાં ઘણાં કર્મચારીઓને ઓછા કરી નાખ્યા છે. ફરક માત્ર એટલો જ બુક માય શોએ એક સાથે મોટી સંખ્યામાં લે-ઑફ જાહેર કર્યાં. જોકે, PVR, આઈનોક્સ, સિને પોલીસ, કાર્નિવલ સહિતની મલ્ટિપ્લેક્સ કંપનીઓએ કોસ્ટ કટિંગ કર્યું છે.
 • PVRએ બુક માય શોની સાથે મળીને સિનેમા ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ 'વકાઉ' શરૂ કર્યું હતું. હવે 'વકાઉ'ના મોટાભાગના સ્ટાફની છટણી થઈ ચૂકી છે. બુક માય શો તો થિયેટર તથા કસ્ટમર્સની વચ્ચેની એક એજન્સી છે. તેની મોટાભાગની રેવન્યુ મલ્ટિપ્લેક્સ બિઝનેસ પર જ આધારિત છે.
 • સિનેમા એક ચેન બિઝનેસ છે. એક ફિલ્મ બને છે તો અનેક લોકોને રોજગારી મળે છે. ફિલ્મ જ્યારે થિયેટરમાં આવે છે તો માત્ર થિયેટર ઓનલ જ નહીં, પરંતુ અન્ય વ્યવસાયીને પણ કમાણી થાય છે. કેન્ટીનમાં સમોસા વેચવાથી લઈને પોસ્ટર લગાવનાર સુધી અનેક લોકો છે. આવા અગણિત લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે.

50%માં પણ ઠીક ચાલે તો સારું
કેટલાંક રાજ્યમાં 50% ઓક્યુપન્સીની સાથે સિનેમા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે બહુ ઓછી ફિલ્મને 100% ઓક્યુપન્સી મળે છે. સામાન્ય સમયમાં વીક ડેઝમાં 40-50% હોય છે અને જો 50% ઓક્યુપન્સીમાં પમ થિયેટર બુક થાય તો આ ઘણું જ સારું રહેશે.

હવે લાઈન લાગશે
ગિરીશ વાનખેડેએ આશા વ્યક્ત કરી હતી કે જેવી રીતે અમેરિકા, ચીન, UAEમાં થિયેટર ખુલતા જ લોકોએ લાઈન લગાવી દીધી હતી, તેવી જ રીતે ભારતમાં પણ થશે. પ્રોડ્યૂસર પણ થિયેટરમાં રિલીઝ કરવા માગે છે, કારણ કે ડિજિટલ પ્લેટફોર્મમાં એક લિમિટથી વધુ મોટી ડિલ મળતી નથી. જ્યારે થિયેટર રિલીઝમાં સ્કાય ઈઝ લિમિટ જેવું છે.

ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અક્ષય રાઠી
ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અક્ષય રાઠી

લખીને રાખો, પહેલાં કરતાં વધુ લોકો આવશે
ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અક્ષય રાઠીએ પણ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આશા વ્યક્ત કરી હતી. અક્ષયે કહ્યું હતું કે લખીને રાખો કે જ્યારે પણ થિયેટર ખુલશે, ત્યારે લોકો તૂટી પડશે. લોકો આટલા સમયથી ઘરમાં બંધ રહીને કંટાળી ગયા છે. હજી રેસ્ટોરાં ખુલ્યા છે અને જે લોકો લાંબા સમયથી રેસ્ટોરાંમાં નહોતા જતા, તે લોકો પણ જાય છે. આવું જ થિયેટર સાથે બનશે. અક્ષયે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજે ભલે બુક માય શોએ 200 લોકોને હાંકી કાઢ્યા હોય પરંતુ આગામી દિવસમાં આનાથી વધુ લોકોને તે નોકરીએ રાખશે.

સરકાર આ ઇન્ડસ્ટ્રી અંગે પણ વિચારે

 • અક્ષયે કહ્યું હતું કે થિયેટર બિઝનેસને સરકારના સપોર્ટની જરૂર છે. સૌથી પહેલાં આ બિઝનેસ બંધ થયો હતો અને સૌથી છેલ્લા આ બિઝનેસ ખુલે છે. નાની-મોટી દુકાન, રેસ્ટોરાં વગેરે થોડાં કલાક માટે ખુલે છે. જોકે, થિયેટર માત્ર 2-3 મહિના છોડીને દોઢ વર્ષ બંધ રહ્યાં છે.
 • સરકારે આ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે આ બિઝનેસમાં કેટલા લોકોને રોજગારી મળે છે. ગુજરાત સરકારે હમણાં થિયેટરને વીજળી બિલ, પ્રોપર્ટી ટેક્સ વગેરેમાં રાહત આપી છે. તમામ રાજ્યોએ આ વાતનું અનુકરણ કરવું જોઈએ.

બુક માય શોનો સંપર્ક કરતાં પ્રવક્તાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે હાલમાં તેઓ આ અંગે કોઈ કમેન્ટ કરવા માગતા નથી.

27 જુલાઈએ અક્ષય કુમારની 'બેલ બોટમ' થિયેટરમાં રિલીઝ થશે અને બોક્સ ઓફિસની હાલત સુધરે તેવી આશા છે.
27 જુલાઈએ અક્ષય કુમારની 'બેલ બોટમ' થિયેટરમાં રિલીઝ થશે અને બોક્સ ઓફિસની હાલત સુધરે તેવી આશા છે.

આખા બિઝનેસની ખરાબ હાલત નથી
આઈનોક્સ મલ્ટિપ્લેક્સ ચેનના ચીફ પ્રોગ્રામિંગ ઓફિસર રાજિંદર સિંહ જ્યાલાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે બુક માય શોમાં જે હાલત થઈ તે કંપનીની વ્યક્તિગત પરિસ્થિતિને કારણે બની કે છે. આખા મલ્ટિપ્લેક્સ બિઝનેસના હાલ આવા નથી અને હજી પણ આશા છે. મલ્ટિપ્લેક્સ ખુલી રહ્યાં છે અને ફિલ્મ આવાવની બાકી છે.
આગામી મહિનાઓ માટે થિયેટર બિઝનેસનો આઉટલુક પોઝિટિવ છે. ફરીથી શરૂઆત કરવા માટે 50% ઓક્યુપન્સી સારી વાત છે. પ્રોડ્યૂસરને પણ પ્રમોશન માટે 3-4 અઠવાડિયા જોઈએ. આશા છે કે જુલાઈના છેલ્લા વીકથી પરિસ્થિતિ ઘણી જ સારી થઈ જશે.