ડેડીને જોઈ ભાવુક:મહિનાઓ પછી સોનમ કપૂર પપ્પાને મળી, એરપોર્ટ પર અનિલ કપૂરને જોતા જ રડવા લાગી

મુંબઈ5 મહિનો પહેલા
  • સોનમ કપૂર ગયા વર્ષે જુલાઈમાં લંડન ગઈ હતી.

સોનમ કપૂર મંગળવાર, 13 જુલાઈના રોજ લંડનથી મુંબઈ પરત ફરી હતી. એક્ટ્રેસના પિતા અનિલ કપૂર દીકરીને લેવા માટે એરપોર્ટ પર આવ્યા હતા. પિતાને લાંબા સમય બાદ જોતા સોનમ કપૂર રડી પડી હતી.

પિતાને ભેટીને રડી પડી
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં સોનમ કપૂર એરપોર્ટ ટર્મિનલ પર ચાલતી જોવા મળે છે. તે પિતા અનિલ કપૂરને જુએ છે. તે પ્રેમથી પિતાને ભેટે છે અને 'હાય ડેડ' એમ કહે છે. ત્યારબાદ સોનમ કપૂર રડવા લાગે છે. જોકે, તે તરત જ પોતાની જાતને સંભાળી લે છે.

મુંબઈ એરપોર્ટ પર સોનમ કપૂર

છેલ્લાં ઘણાં સમયથી જુલાઈમાં
સોનમ કપૂર ગયા વર્ષે જુલાઈમાં લંડન ગઈ હતી. સોનમે કોરોનાકાળના શરૂઆતના દિવસો દિલ્હી તથા મુંબઈમાં પસાર કર્યા હતા અને પછી તે લંડન જતી રહી હતી. અહીંયા તે પતિ આનંદ આહુજા સાથે રહી હતી. આ વર્ષની શરૂઆતમાં સોનમે સ્કોટલેન્ડમાં 'બ્લાઇન્ડ'નું શૂટિંગ કર્યું હતું.

ભારત આવવા ઉત્સુક હતી
એપ્રિલ મહિનામાં સોનમ કપૂરે પતિ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તે ભારત આવવા ઉત્સુક છે.

દીકરીની યાદ આવતી હતી
અનિલ કપૂરે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અન્ય પેરેન્ટ્સની જેમ તે તથા સુનીતા (અનિલ કપૂરની પત્ની) બાળકો જ્યારે પણ ઘરથી દૂર હોય તો તેમને યાદ કરે છે. તેમને સતત તેમની ચિંતા થતી રહે છે. જોકે, આજના ટેકનોલોજીના સમયમાં તેઓ સંતાનો સાથે જ્યારે ઈચ્છે ત્યારે વાત કરી શકે છે.

પિતા સાથે જોવા મળી હતી

સોનમ કપૂર છેલ્લે ફિલ્મ 'AK vs AK'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરનો કેમિયો હતો. આ પહેલાં અનિલ કપૂર તથા સોનમે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં કામ કર્યું હતું.

'બ્લાઇન્ડ' કોરિયન ફિલ્મની રીમેક
સોનમ કપૂરની 'બ્લાઇન્ડ' કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિંદી રીમેક છે. આ ફિલ્મને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે.

સો.મીડિયામાં સોનમ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા
સોનમ કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી, તેની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. આ તસવીરો જોતા યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે સોનમ કપૂર પ્રેગ્નન્ટ હોય તેમ લાગી રહ્યું છે.