મની લોન્ડરિંગ કેસમાં જેકલિનની સુનાવણી ના થઈ:હવે 12 ડિસેમ્બરે થશે, વકીલના કપડાં પહેરીને કોર્ટ આવી હતી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં આજે (24 નવેમ્બર) સુનાવણી થવાની હતી, પરંતુ હવે કોર્ટે 12 ડિસેમ્બરે આ કેસમાં સુનાવણી કરવાનું કહ્યું છે. સુનાવણી માટે જેકલિન કોર્ટ આવી હતી. થોડાં દિવસ પહેલાં જ કોર્ટે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે જેકલિનને જામીન આપ્યા હતા.

પટિયાલા હાઉસ કોર્ટે EDને નોટિસ આપી
આ પહેલાં થયેલી સુનાવણીમાં પટિયાલા હાઉસ કોર્ટે જેકલિનને 2 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ તથા બે લાખના શ્યોરિટી બોન્ડ પર જામીન આપવાનો આદેશ આપ્યો હતો.

આ કેસમાં EDએ નોટિસ ઇશ્યૂ કરી છે. આરોપી પિંકી ઈરાનીએ વિદેશ જવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને તેની સુનાવણી 12 ડિસેમ્બરના રોજ થશે. સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકે કહ્યું હતું કે આજના સમયે મની લોન્ડરિંગ ગંભીર ગુનો છે, કારણ કે તે અર્થ વ્યવસ્થાની સાથે સાથે સામાન્ય જનતાને પણ પ્રભાવિત કરે છે.

જેકલિનની સુકેશ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી
EDએ જેકલિનને આ કેસમાં ઘણીવાર પૂછપરછ કરી છે. તપાસ અને પૂછપરછ દરમિયાન જેકલિને સંપૂર્ણ સહકાર આપ્યો છે. તપાસ દરમિયાન જેકલિને EDને કહ્યું હતું કે તે સુકેશને તેના જીવનસાથી માનતી હતી. જેકલિને કહ્યું હતું કે ચંદ્રશેખરની બાબતોમાં તેમની કોઈ સંડોવણી નથી અને તેઓ પૈસાની બાબતોમાં પણ કોઈપણ રીતે સામેલ નથી. ઉલ્લેખનીય છે કે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી EDની તપાસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ મહત્ત્વની સાક્ષી છે.

સુકેશે જેકલિનને 9-9 લાખ રૂપિયાની બિલાડી આપી
EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનનાં શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર આપી હતી.

કોણ છે સુકેશ?
17 વર્ષની ઉંમરથી અપરાધની દુનિયાનો ભાગ રહ્યો છે. થોડા મહિના પહેલાં સુકેશે તિહાડ જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા, ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં, આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે EOW (ઇકોનોમિક્સ અફેન્સ વિંગ)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.

200 કરોડના મની લોન્ડરિંગનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમનાં પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...