તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાસ્ટિંગ કાઉચ:મોડલ તથા એક્ટ્રેસ ઇશા અગ્રવાલનો ઘટસ્ફોટ, ‘તેણે મને કપડાં ઉતારવાનું કહ્યું હતું, જેથી તે મારું શરીર જોઈ શકે’

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇશા અગ્રવાલે તમિળ તથા તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે
  • હિંદી ફિલ્મ ‘કહી તો હૈ મેરા પ્યાર’માં ઇશા એક્ટર જેકી શ્રોફ તથા સંજય દત્ત સાથે જોવા મળી હતી

એક્ટ્રેસ તથા મોડલ ઇશા અગ્રવાલે 2016માં મિસ ઈન્ડિયા એક્સક્વિઝિટનું ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ 2017માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ, મિસ ગ્લોબલ ઈન્ટરનેશનલ પ્રિન્સેસ 2017 તથઆ મિસ બ્યૂટી ટોપ ઓફ ધ વર્લ્ડ 2019 જેવા ટાઈટલ જીત્યા હતા. જોકે, હજી સુધી ઇશા બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી નથી. હાલમાં જ ઇશાએ પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચના ભયાનક અનુભવ અંગે વાત કરી હતી.

ઇશા છેલ્લે જેકી શ્રોફ તથા સંજય દત્ત સાથે ફિલ્મ ‘કહી તો હૈ મેરા પ્યાર’માં જોવા મળી હતી. તેણે કેટલીક તેલુગુ તથા તમિળ ફિલ્મમાં કામ કર્યું છે. તે બોલિવૂડમાં કામ કરવા આતુર છે.

ઇશા બોલિવૂડમાં કામ કરવા ઉત્સુક છે
ઇશા બોલિવૂડમાં કામ કરવા ઉત્સુક છે

નાના શહેરમાંથી મુંબઈ આવવું તે એક મોટો પડકાર
વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં ઇશા અગ્રવાલે કહ્યું હતું, ‘એન્ટરટેઇનમેન્ટની સફરમાં મારા માટે ગુલાબની પાંદડીઓ પાથરીને રાખવામાં આવી નહોતી.. અહીંયા ભરપૂર મહેનત કરી છે. હું લાતુર જેવા નાના શહેરમાંથી આવું છું અને મુંબઈમાં નામ બનાવવું એ એક મોટો પડકાર છે. જ્યારે તમે કોઈ નાના શહેરમાંથી આવતા હો ત્યારે શો-બિઝના લોકો તમને જલ્દીથી સ્વીકારતા નથી. તેથી આ આપોઆપ એક મોટી ચેલેન્જ બની જાય છે. મેં સૌ પહેલાં મારા પેરેન્ટ્સને આ ફિલ્ડમાં મને કામ કરવા દે તે માટે મનાવ્યા હતા. અભ્યાસ પૂરો થતાં જ હું મુંબઈ આવી ગઈ હતી. મેં ઓડિશન આપવાની શરૂઆત કરી હતી.’

ઇશાએ તમિળ તથા તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે
ઇશાએ તમિળ તથા તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે

કાસ્ટિંગ કાઉચ અંગે આ વાત કહી
ઇશાને જ્યારે કાસ્ટિંગ કાઉચ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું, ‘કાસ્ટિંગ કાઉચ હજી પણ વાસ્તવિકતા છે જ્યારે હું મુંબઈમાં નવી નવી હતી ત્યારે કેટલાંક જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટરે મને તેમની ઓફિસમાં બોલાવી હતી. એકવાર હું મારી બહેન સાથે તેમની ઓફિસ ગઈ હતી. આ ડિરેક્ટરે દાવો કર્યો હતો કે તેણે અનેક બિગ એક્ટર્સને કાસ્ટ કર્યા છે અને તે મને પણ સારા પ્રોજેક્ટમાં કામ અપાવશે.’

અચાનક કપડાં ઉતારવાનું કહ્યું
ઇશાએ આગળ વાત કરતાં કહ્યું હતું, ‘અચાનક જ તેણે મને કપડાં ઉતારવાનું કહ્યું હતું. તે મારું આખું શરીર જોવા માંગતો હતો. તેણે કપડાં ઉતારવા માટે એવું કારણ આપ્યું કે તેણે રોલ માટે મારી બૉડી જોવી મળશે. મેં તેની ઑફર રિજેક્ટ કરી નાખી હતી અને મારી બહેન સાથે દોડીને ઓફિસમાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે મને સતત મેસેજ કર્યા હતા. જોકે, પછી મેં તેને બ્લોક કરી દીધો હતો.’

ઇશાએ બ્યૂટી કોન્ટેસ્ટના વિવિધ ટાઈટલ જીત્યા છે
ઇશાએ બ્યૂટી કોન્ટેસ્ટના વિવિધ ટાઈટલ જીત્યા છે

નવા કલાકારોને સલાહ આપી
ઇશાએ નવા કલાકારો જે મુંબઈમાં એક્ટર કે એક્ટ્રેસ બનવા આવે છે, તેમને સલાહ આપી હતી. તેણે ચેતવણી આપતા કહ્યું હતું કે નવા લોકો આ લોકોની જાળમાં ના ફસાય તે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઇશાએ કહ્યું હતું, ‘અહીંયા અનેક લોકો દાવા કરે છે કે તેમણે મોટા કલાકારોને કાસ્ટ કર્યા છે. આવા લોકોથી સંભાળીને રહેવાની જરૂર છે. તેઓ તમને લાલચ આપીને તમારુ શોષણ કરી શકે છે. આથી આવા લોકોની જાળમાં ફસાવવું નહીં. તમારે હંમેશાં સાચો દરવાજો શોધવાની જરૂર છે અને જ્યાં તમારે કોઈ સમાધાન કરવું પડશે નહીં, પરંતુ અહીંયા માત્ર ને માત્ર તમારી ટેલેન્ટને મહત્ત્વ આપવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો