તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તનિષ્ક એડનો સપોર્ટ:ઝિશાન અયુબની પત્ની રસિકાએ બેબી શાવરનો ફોટો શેર કર્યો, પ્રહાર કરતાં લખ્યું- લવ જેહાદના રોદણાં રડતાં પહેલાં સ્પેશિયલ મેરેજ એક્ટને વાંચો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

તનિષ્કની વિવાદિત એડ બાદ દેશમાં નવી ચર્ચા શરૂ થઇ ગઈ છે. આ વચ્ચે એક્ટર ઝિશાન અયુબની પત્ની રસિકા અગાશેએ ટ્રોલ્સને જવાબ આપતા પોતાના બેબી શાવરનો પાંચ વર્ષ જૂનો ફોટો શેર કર્યા હતો. આ ફોટોમાં ઝિશાન રસિકા સાથે બેઠા છે. જ્યારે પરિવારના સભ્યો તેનો ખોળો ભરી રહ્યા છે. રસિકા અને ઝિશાનનાં લગ્ન 2007માં થયાં હતાં. બંનેની એક દીકરી છે રાહી ખાન, જેનો જન્મ 2015માં થયો હતો.

રસિકાએ સ્પેશિયલ મેરેજ એક્ટનો ઉલ્લેખ કર્યો
આ પોસ્ટ સાથે રસિકાએ લખ્યું, 'મેરી ગોદ ભરાઈ... વિચાર્યું શેર કરી દઉં. અને લવ જેહાદના રોદણાં રડવા પહેલાં સ્પેશિયલ મેરેજ એક્ટ વિશે જરૂર વાંચી લેજો. આ પહેલાં બુધવારે એક્ટ્રેસ મીની માથુરે પણ ડિરેક્ટર કબીર ખાન સાથેના તેનાં સફળ લગ્નજીવનનું ઉદાહરણ આપ્યું હતું. મીનીએ પણ સવાલ કર્યો હતો કે, આખરે ધર્મ શું કામ મેટર કરે છે?

શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954
ભારતમાં લગ્ન અલગ-અલગ ધર્મના કાયદા અને પર્સનલ લો હેઠળ થાય છે. પરંતુ જો બે અલગ- અલગ ધર્મના લોકો પરસ્પર લગ્ન કરવા ઈચ્છે તો તેમાંથી કોઈ એકે ધર્મ બદલવો પડશે તે દરેક માટે જરૂરી નથી હોતું. આનું જ સમાધાન શોધવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 બનાવવામાં આવ્યો જે અંતર્ગત અલગ અલગ ધર્મના લોકો ધર્મ બદલ્યા વગર લીગલી લગ્ન કરી શકે છે. જોકે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન ત્યારે માન્ય ગણાય છે જ્યારે નોટિસ મોકલ્યાના 30 દિવસ દરમ્યાન કોઈ તેની ફરિયાદ ન કરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો