તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુંબઈ:મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય સામે દુષ્કર્મનો કેસ દાખલ, પત્ની યોગિતા બાલી પર પણ ઘણા ગંભીર આરોપ લાગ્યા

2 દિવસ પહેલા
મિથુનનો દીકરો મહાઅક્ષય ચક્રવર્તી હાલ બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે.
  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક મોડલ એક્ટ્રેસે બંને વિરુદ્ધ કેસ ફાઇલ કરાવ્યો
  • મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલીને પણ આમાં ધમકાવવા બદલ આરોપી બનાવાઈ

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીના અભિનેતા પુત્ર મહાઅક્ષય સામે એક મહિલાએ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મિથુનની ભૂતપૂર્વ પત્ની યોગીતા બાલી સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓશિવરા પોલીસમાં એક 38 વર્ષીય મહિલાની ફરિયાદ પરથી ગુરુવારે રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મહિલાનો આરોપ છે કે મહાઅક્ષય સાથે 2015થી 2018 વચ્ચે તે સંબંધમાં હતી અને તેણે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

2015માં મહાઅક્ષયે અંધેરી પશ્ચિમના આદર્શ નગરમાં એક ફ્લેટ ખરીદી કર્યો ત્યાં પોતે ગઈ હતી. મહાઅક્ષયે તે સમયે ઠંડાં પીણાંમાં ઘેનયુક્ત દવા પિવડાવી હતી, જે પછી તેને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી, એવો આરોપ કરાયો છે.તે ગર્ભવતી બની ત્યારે મહાઅક્ષયે તેને ગર્ભપાત કરવા કહ્યું અને ગર્ભપાતની ગોળીઓ પણ આપી હતી. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે તે મહાઅક્ષયને લગ્ન કરવા માટે વારંવાર વિનંતી કરતી હતી, પરંતુ જાન્યુઆરી 2018માં તેણે લગ્નનો સાફ ઈનકાર કરી દીધો હતો, જે પછી તેમની વચ્ચે અણબનાવ વધ્યો હતો.

આ પછી મહાઅક્ષયને કોલ કરતી ત્યારે તેની માતા યોગીતા ફોન લેતી અને મને ધાકધમકી આપતી હતી, એવો આરોપ કરાયો છે. ફરિયાદીએ જૂન 2018માં મહાઅક્ષય અને યોગીતા સામે ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ, ગર્ભપાત કરવા મજબૂર કરવાના આરોપ હેઠળ ફરિયાદ પછી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. આ પછી દિલ્હી કોર્ટે મહાઅક્ષય અને યોગીતાને જામીન આપ્યા હતા. માર્ચ 2020માં દિલ્હી હાઈ કોર્ટે મહિલાને ગુનો જ્યાં બન્યો ત્યાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. આ પછી જુલાઈમાં તેણે ઓશિવરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

લેખિત ફરિયાદમાં પીડિત મોડલનો આરોપ

  • ફરિયાદ પ્રમાણે પીડિતા અને મહાઅક્ષય વર્ષ 2015થી રિલેશનશિપમાં હતાં. મહાઅક્ષયે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
  • વર્ષ 2015માં મહાઅક્ષયે પીડિતાને ઘરે બોલાવી અને તેને સોફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા આપી હતી અને આ દરમિયાન મહાઅક્ષયે પીડિતાના કન્સેન્ટ વગર જ તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને પછીથી લગ્નની વાતો કરતો રહ્યો.
  • મહાઅક્ષય ઉર્ફે મિમોહ 4 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધતો રહ્યો અને શારીરિક-માનસિક રીતે પીડા આપતો રહ્યો.
  • જ્યારે તેના રિલેશનશિપને કારણે પ્રેગ્નન્ટ થઇ તો મહાઅક્ષયે તેના પર અબોર્શન કરાવવા માટે દબાણ આપ્યું અને જ્યારે તે ન માની તો તેને અમુક પિલ્સ આપીને તેનું અબોર્શન પણ કરાવી દીધું. પીડિતાના જણાવ્યા મુજબ, તેને ખબર ન હતી કે તેને જે પિલ્સ આપવામાં આવી રહી છે એનાથી તેનું અબોર્શન થઇ શકે છે.
  • મહાઅક્ષયની માતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ પછી પીડિતાને ધમકાવી હતી અને તેના પર કેસ પાછો લેવા માટે દબાણ પણ બનાવ્યું.

આ કલમ હેઠળ ફાઇલ થયો કેસ
ઓશિવરા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક દયાનંદ બાંગરે આ કેસની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે 'અમે કેસ ફાઈલ કરી લીધો છે અને તપાસ કરી રહ્યા છીએ.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે માતા અને દીકરા વિરુદ્ધ IPCની ધારા 376 (2) (N) (એક જ મહિલાનો વારંવાર રેપ કરવો), 328 (ઝેર અથવા અન્ય માધ્યમથી ઇજા પહોંચાડવી), 417 (ફ્રોડ), 506 (અપરાધિક ધમકી), 313 (મહિલાની સહમતિ વગર ગર્ભપાત) અને ધારા 34 હેઠળ કેસ ફાઈલ થયો છે.

મહાઅક્ષયની પત્ની મદાલસા શર્માએ ગયા વર્ષે આ ફેમિલી ફોટો શૅર કર્યો હતો
મહાઅક્ષયની પત્ની મદાલસા શર્માએ ગયા વર્ષે આ ફેમિલી ફોટો શૅર કર્યો હતો

પહેલાં પણ મહાઅક્ષય પર આરોપ લાગ્યા હતા
આ કેસમાં પીડિતાએ કોર્ટની મદદ માગી અને પછી કોર્ટના આદેશ પર કેસ ફાઈલ થયો છે. આવી જ મુશ્કેલીમાં મહાઅક્ષય પહેલાં પણ ફસાયો હતો. બે વર્ષ પહેલાં 2018માં એક ભોજપુરી એક્ટ્રેસે મહાઅક્ષય પર લગ્ન કરવાનું વચન આપીને રેપ અને ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો