ફિલ્મ 'કોઈ મિલ ગયા'ના એક્ટરનું નિધન:મિથિલેશ ચતુર્વેદીએ લખનઉમાં અંતિમ શ્વાસ લીધા, હૃદયની બીમારી હતી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ તથા ટીવીના લોકપ્રિય એક્ટર મિથિલેશ કુમારે ત્રણ ઓગસ્ટના રોજ લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હૃદય સંબંધિત બીમારીઓ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિથિલેશને થોડાં દિવસ પહેલાં જ હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તે પોતાના હોમટાઉન લખનઉ શિફ્ટ થઈ ગયા હતા.

'ફિઝા'ને કારણે 'કોઈ મિલ ગયા' મળી
રાકેશ રોશન જ્યારે 'કોઈ મિલ ગયા' ફિલ્મ પર કામ કરતા હતા ત્યારે તેમણે ફિલ્મ 'ફિઝા' જોઈ હતી. ફિલ્મમાં એક સીનમાં કરિશ્મા કપૂર એક્ટર મિથિલેશ પર પાણી ફેંકે છે. આ સીન રાકેશ રોશનને ઘણો જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ તેમણે મિથિલેશને મળવા બોલાવ્યા હતા અને ફિલ્મ માટે સાઇન કર્યા હતા.

મિથિલેશનું કરિયર
મિથિલેશ ચતુર્વેદીએ બોલિવૂડ ડેબ્યૂ 1997માં આવેલી ફિલ્મ 'ભાઈ ભાઈ'થી કર્યું હતું. ત્યારબાદ 'સત્તા', 'તાલ', 'ફિઝા', 'રોડ', 'કોઈ મિલ ગયા', 'ગાંધી માય ફાધર', 'બંટી ઔર બબલી' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. 2020માં આવેલી સિરીઝ 'સ્કેમ 1992'થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં તે 'બાંછડા' ફિલ્મમાં કામ કરતા હતા. થિયેટરમાં પણ એક્ટિવ હતા. તેમણે પ્રેમતિવારી, બંસી કૌલ, દીનાનાથ, ઉર્મિલ થપલિયાલ તથા અનુપમ ખેરે ડિરેક્ટ કરેલા નાટકોમાં કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...