તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Miss Carriage In The Eighth Month Of Saira's Blood Pressure Rising In Pregnancy, Dilip Kumar Could Never Become A Father, Considering SRK As His Son

ટ્રેજેડી કિંગની ટ્રેજેડી:પ્રેગ્નન્સીમાં સાયરાનું બ્લડ પ્રેશર વધતા આઠમા મહિને મિસ કેરેજ થયું હતું, દિલીપ કુમાર ક્યારેય પિતા ના બની શક્યા, SRKને દીકરો માનતા

મુંબઈ2 મહિનો પહેલા
  • 98 વર્ષીય દિલીપ કુમારે હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

કામિની કૌશલ, મધુબાલા પછી દિલીપ કુમારના જીવનમાં સાયરા બાનો આવી હતી. બંનેની લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી ગઈ હતી પરંતુ તેઓ ક્યારેય માતા-પિતા બની શક્યા નહીં. આવું કેમ થયું તેનો ઉલ્લેખ દિલીપ કુમારે પોતાની ઓટોબાયોગ્રાફી '‘ધ સબસ્ટાંસ એન્ડ ધ શેડો’ કર્યો હતો.

આ કારણે ક્યારેય માતા-પિતા ના બની શક્યા
ઓટોબાયોગ્રાફીમાં દિલીપ કુમારે કહ્યું હતું, વાસ્તવિકતા એ છે કે 1972માં સાયરા પ્રથમવાર પ્રેગ્નન્ટ થઈ હતી. જે દીકરો હતો. (આ અંગે અમને પછી જાણ થઈ હતી) પ્રેગ્નન્સીના 8મા મહિને સાયરાબાનોને બ્લડપ્રેશરની સમસ્યા થઈ. આ સમયે પૂર્ણ રૂપે વિકસિત થયેલા ભ્રૂણને બચાવવા સર્જરી કરવી શક્ય નહોતી અને શ્વાસ રૂંધાવવાના કારણે બાળકનું મોત થયું હતું. આ ઘટના બાદ સાયરા ક્યારેય પ્રેગ્નન્ટ થઈ નહીં.

શાહરુખ ખાનને દીકરો માનતા હતા
એક ઇન્ટરવ્યૂમાં સાયરાબાનોએ શાહરુખ ખાન સાથે પોતાની પહેલી મુલાકાત અંગે વાત કરી હતી. ત્યારે તેઓ 'દિલ આશના હૈ'ના મુહૂર્ત માટે ગયા હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન હતો. દિલીપ કુમાર તથા શાહરુખ ખાનની પહેલી મુલાકાત અંગે સાયરાએ કહ્યું હતું કે તેમને લાગે છે કે બંને અનેક રીતે એક જેવા છે. તે હંમેશાં કહેતા કે જો તેમને દીકરો હોત તો તે શાહરુખ ખાન જેવો જ દેખાતો હોત.

અન્ય સમાચારો પણ છે...