તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડિંગ:'મિર્ઝાપુર 2' ફૅમ પ્રિયાંશુ પેન્યુલીએ ગર્લફ્રેન્ડ વંદના જોષી સાથે દેહરાદૂનમાં લગ્ન કર્યાં

દેહરાદૂન8 મહિનો પહેલા

'મિર્ઝાપુર 2'માં રોબિનનું પાત્ર ભજવનાર પ્રિયાંશુ પેન્યુલીએ ગર્લફ્રેન્ડ વંદના જોષી સાથે ગુરુવાર, 26 નવેમ્બરની રાત્રે પરિવાર તથા ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતાં. લગ્નની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. લગ્નમાં પ્રિયાંશુ બ્લશ પિંક દુપટ્ટાની સાથે બેઝ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો તો વંદનાએ પિંક લહેંગો પહેર્યો હતો.

પ્રિયાંશુએ સોશિયલ મીડિયામાં માહિતી આપી
પ્રિયાંશુએ સોશિયલ મીડિયામાં લગ્ન કર્યા હોવાની વાત શૅર કરી હતી. લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, '2020ની શરૂઆતમાં ખબર નહોતી કે આ સમય ક્યાં લઈને જશે. પછઈ મહામારીને કારણે વિશ્વભરમાં લગ્નના આયોજનો અટકાવવામાં આવ્યા. જોકે, અમે નક્કી કર્યું હતું કે બહુ જ ઓછા માણસો સેરેમનીમાં આવશે. જે લોકો લગ્નમાં ના આવી શક્યા, તેમના માટે...મને ખબર છે કે તમે આત્મીય રીતે અમારી સાથે જ હતાં. અમે અમારી જાતને તથા બીજાને એ યાદ અપાવવા માટે લગ્ન કર્યા કે આનાથી કોઈને ફરક પડતો નથી કે જીવન આપણને ક્યાં લઈ જાય છે, પરિવાર હંમેશાં આપણી પ્રાથમિકતા રહેવો જોઈએ.'

વધુમાં પ્રિયાંશુએ કહ્યું હતું, 'આ આપણાં જીવનનો સૌથી સારો દિવસ હતો અને ચારેતરફ નિરાશાની વચ્ચે ભગવાને આપણે વિશ્વની સૌથી મોટી ખુશી આપી તે વાત મહત્ત્વની છે. આપણે જીવનભર એકબીજાના સારા મિત્ર, સોલમેટ તથા પાર્ટનર્સ બની રહેવાનું વચન આપ્યું છે.'

'તમે પૂછ્યું કે કોરોનાવાઈરસના સમયમાં શું પ્રેમ છે? તો હું ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝના શબ્દોમાં જવાબ આપીશ, 'એક સમય હતો, તે બંને એકબીજાને સૌથી વધુ પ્રેમ કરતાં હતા, કોઈ પણ પ્રકારની ઉતાવળ કે અતિરેક વગર, જ્યારે બંનેએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની અવિશ્વસનીય જીત માટે સૌથી વધુ સચેત રહ્યાં હતાં. જીવનમાં આજે પણ તેમને નૈતિક પરીક્ષાઓ આપવી પડશે, પરંતુ આ વાત હવે મહત્ત્વની નથી.'

વર્ષની શરૂઆતમાં લગ્ન કરવા માગતા હતા
પ્રિયાંશુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'પહેલાં વર્ષની શરૂઆતમાં લગ્ન કરવા માગતા હતા, પરંતુ અમે તારીખ નક્કી કરી શક્યા નહીં. પછી કોરોનાવાઈરસ આવી ગયો. આથી અમારે પ્લાન બદલવો પડ્યો. જોકે, અમે લગ્ન પોસ્ટપોન કરવા માગતા નહોતા. અમે વિચાર્યું કે આ જ વર્ષના અંતમાં ખુશીથી લગ્ન કરી લઈએ.'

ડિસેમ્બરમાં મુંબઈમાં રિસેપ્શન આપશે
પ્રિયાંશુએ કહ્યું હતું, 'ડિસેમ્બરમાં તે રિસેપ્શન હોસ્ટ કરશે. ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં તે મુંબઈ પરત ફરશે. ત્યારબાદના વીકમાં અમે ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન આપીશું.' પ્રિયાંશુએ 'ભાવેશ જોષી સુપરહીરો' તથા 'એક્સટ્રેક્શન' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...