ખુલાસો:મીરા રાજપૂતની બેસ્ટ ફ્રેન્ડને શાહિદ કપૂર પર ક્રશ હતો, કહ્યું- હવે આ વાત પર હસવું આવે છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીરાની બેસ્ટ ફ્રેન્ડ તેના સ્કૂલ ટાઈમથી શાહિદને પસંદ કરતી હતી
  • હાલ મીરા તેના પતિ અને બાળકો સાથે પંજાબમાં રહે છે

બોલિવુડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે એક ઈન્ટરવ્યૂમાં જોરદાર ખુલાસો કર્યો છે. મીરાએ જણાવ્યું કે તેની બેસ્ટ ફ્રેન્ડને શાહિદ પર ક્રશ હતો. આ ફ્રેન્ડને મીરા કોલેજ ટાઈમથી ઓળખતી હતી. એક ઈન્ટરવ્યૂમાં મીરાએ તેના લગ્નના કિસ્સા શેર કર્યા છે. મીરાએ શાહિદ કપૂર સાથે 2015માં એરેન્જ મેરેજ કર્યા હતા.

મીરાની બેસ્ટ ફ્રેન્ડને શાહિદ પર ક્રશ હતો
મીરાએ કહ્યું, 'મારી બેસ્ટ ફ્રેન્ડને શાહિદ પર ક્રશ હતો. મારા લગ્ન વિશે મેં તેને જણાવ્યું કે મારા લગ્ન શાહિદ સાથે થવાના છે ત્યારે તેના ફર્સ્ટ રિએક્શન હતા 'ઓહ માય ગોડ', કારણ કે તે હંમેશાં મને કહેતી હતી કે શાહિદ તેનો ક્રશ છે, પરંતુ ત્યારે મને આ વાતનો કોઈ ખાસ ફરક પડતો નહોતો. જોકે આજે આ વાત પર અમે હસીએ છીએ. મારી ફ્રેન્ડ સ્કૂલ ટાઈમથી શાહિદને પસંદ કરતી હતી.'

લૉકડાઉન ટાઈમથી પંજાબમાં રહે છે મીરા
મીરાએ જણાવ્યું કે કોવિડને કારણે તે પતિ શાહિદ અને બાળકો સાથે પંજાબમાં રહે છે. કોરોના આવ્યો ત્યારે તે થોડા સમય માટે પંજાબ ગઈ હતી પરંતુ લોકડાઉન લાગુ થતાં તેને ત્યાં રહેવું પડ્યું. મીરા જણાવે છે કે, 'અમે લોકડાઉન પહેલાં પંજાબ આવ્યા હતા. અમે વિચાર્યું હતું કે કોરોનાકાળમાં 2 અઠવાડિયું શહેરથી દૂર રહીએ તો સારું રહેશે, પરંતુ કોને ખબર હતી કે કોરોનાનો સામનો કરવામાં આટલો બધો સમય લાગી જશે. અમે ત્યારથી જ અમૃતસરમાં છીએ. અહીં અમને સારું લાગી રહ્યું છે કારણ કે મારા પેરેન્ટ્સ અને સાસરિયાનું ઘર નજદીક જ છે. મારા બાળકો આ ઘરેથી પેલા ઘરે આંટા ફેરા માર્યા કરે છે.'

વેકેશન માટે મૉલદિવ્સ હતું કપૂર ફેમિલી
કોરોના પછી માઈન્ડ ફ્રેશ કરવા કપૂર ફેમિલી મૉલદિવ્સ ગયું હતું. ટ્રિપ પરથી પરત આવતી વખતે મુંબઈ એરપોર્ટ પર કપડાંને લીધે મીરા કપૂર જબરદસ્ત ટ્રોલ થઈ હતી. શાહિદ, ઝૈન અને મિશાએ ફુલ કપડાં પહેર્યા હતા જ્યારે મીરાએ બ્લેક ડેનિમ શોર્ટ્સ પહેરી હતી.

કપડાંને લીધે મીરા ટ્રોલ થઈ
રિટર્ન થતી વખતે શાહિદ કપૂરે બ્લેક જોગર, બ્લેક સેન્ડો અને મેચિંગ જેકેટ પહેર્યું હતું. મીરાએ બ્લેક ડેનિમ શોર્ટ્સ સાથે મેચિંગ સ્વેટશર્ટ પહેર્યો હતો. એરપોર્ટ પર મીરા કપૂરના ઉઘાડા પગ જોઈને ટ્રોલર્સે કમેન્ટનો ઢગલો કર્યો હતો. એક યુઝરે લખ્યું, મેડમ પેન્ટ પહેરવાનું ભૂલી ગયા? અન્ય યુઝરે લખ્યું, શું જમાનો આવી ગયો છે. બાળકોને આખા કપડાં અને મમ્મીએ અડધા! બીજા યુઝરે લખ્યું, ઢંગના કપડાં તો પહેરવા હતા, આ શોર્ટ્સ કેટલું ટૂંકું છે. લાગતું પણ નથી કે પહેર્યું છે ! એક યુઝરે લખ્યું, મને દરેક પુરુષો માટે માન છે કારણકે તેઓ જાહેર જગ્યા પર શરીર ઢંકાય તેવા કપડાં પહેરે છે.