• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Mira Rajput Kapoor Wishes And Writes Happy Birthday Dad Nobody Is As Cool And As Warm As You Are In A Family Of Alphonsos We’re The Safedas! To The Bestest ‘Baba’, We Love You

બર્થડે:મીરા કપૂરે સસરા પંકજ કપૂરને કેરી સાથે સરખાવી બર્થડે વિશ કર્યો, લખ્યું- અલ્ફાન્સોના પરિવારમાં આપણે સફેદા જેવા છીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

29 મેના શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરનો જન્મદિવસ છે. 66 વર્ષીય સસરાને બર્થડે વિશ કરવા મીરા કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, હેપ્પી બર્થડે ડેડ, તમારા જેટલું કૂલ અને હોટ કોઈ જ નથી. અલ્ફાન્સોના પરિવારમાં આપણે સફેદા જેવા છીએ, તમે સૌથી શ્રેષ્ઠ છો બાબા, અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.

અગાઉ પણ અલ્ફાન્સો અને સફેદાની તુલના કરી હતી 
પંકજ કપૂરને તેણે સફેદા કેરી જેવા ગણાવ્યા. અમુક દિવસ પહેલાં તેણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે બે કેરીની સરખામણી કરી હતી. ફોટોમાં લખ્યું હતું કે,અલ્ફાન્સોની સરખામણીએ સફેદા વધુ સારી હોય છે. ચાલો કેરીની લડાઈ શરૂ કરીએ. મારી ગમતી હજી લંગડા છે.

પંકજ કપૂરે બે લગ્ન કર્યાં 
પંકજ કપૂરનો જન્મ 29 મે, 1954માં લુધિયાણામાં થયો હતો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી. પંકજ કપૂરે બે લગ્ન કર્યાં હતાં. પહેલા લગ્ન 1974માં નીલિમા અઝીમ સાથે કર્યા હતા. ત્યારબાદ 1981માં શાહિદ કપૂરનો જન્મ થયો. 1984માં કપલ અલગ થયા. 1988માં પંકજ કપૂરે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યાં. તેમને બે બાળકો સનાહ અને રુહાન છે જેનો જન્મ 1990 અને 1994માં થયો હતો.

અન્ય સમાચારો પણ છે...