• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Minisha Lamba, Who Has Faced 'casting Couch' Many Times In The Industry, Said She Was Handling The Situation By Pretending Not To Understand.

ઘટસ્ફોટ:મિનિષા લાંબાએ જણાવ્યું- ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત 'કાસ્ટિંગ કાઉચ'નો સામનો કરવો પડ્યો, કહ્યું- વાતને સમજી નથી શકતી એવો ડોળ કરીને પરિસ્થિતિને હેન્ડલ કરતી હતી

4 મહિનો પહેલા
  • મિનિષાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ઇન્ડસ્ટ્રીમાં 'કાસ્ટિંગ કાઉચ'નો ઘણી વખત સામનો કર્યો છે
  • 2005માં સુજિત સરકારની ફિલ્મ 'યહાં'થી તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું

બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબાએ જણાવ્યું હતું કે તેણે ઈન્ડસ્ટ્રીમાં 'કાસ્ટિંગ કાઉચ'નો ઘણી વખત સામનો કર્યો છે. આ વાત મિનિષાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહી છે. એ ઉપરાંત તેણે એ પણ જણાવ્યું હતું કે જ્યારે પણ તેની સાથે આવું કંઇક થતું તો તે કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરતી હતી. ઘણી વખત તેને કોઈ ફિલ્મ પર ચર્ચા કરવા માટે ડિનર માટે બોલાવવામાં આવતી, પરંતુ તે હંમેશાં ઓફિસમાં એક પ્રોફેશનલ મીટિંગ પર જ ભાર આપતી. મિનિષાએ એ વાતનો પણ ઘટસ્ફોટ કર્યો કે એક કે બે વખત એવું પણ થયું હતું કે ઓફરનો સ્વીકારવા કરવાની ના પાડવા પર તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી.

હું આ રીતે આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરી લઉં છું
મિનિષા લાંબાએ કહ્યું, મને લાગે છે કે કોઈપણ ઈન્ડસ્ટ્રીમાં જ્યાં પુરુષ હોય છે તેમાંથી ઘણા બધા પુરુષો આવા પ્રકારની હરકતો કરતા હોય છે. આ ઈન્ડસ્ટ્રી પણ અલગ નથી. મેં પણ આવી વસ્તુઓનો સામનો કર્યો છે, જેમ કે કોઈ વ્યક્તિ ફિલ્મ માટે પુષ્ટિ નથી કરતો અને કહે છે કે તમે રાત્રે ખાવા માટે કેમ નથી મળતા? ત્યાં જ વાત કરી લઈશું અને હું કહેતી, આપણે ઓફિસમાં કેમ ન મળી શકીએ? હું રાત્રે ડિનર માટે ફ્રી હોઈશ કે નહીં એ અત્યારથી ના કહી શકું, પરંતુ હું આવતી કાલે ફ્રી છું, આપણે એક સમય નક્કી કરી શકીએ છીએ અને ઓફિસમાં મળી શકીએ છીએ, જો તમે આગળ ચર્ચા કરવા માગતા હોવ તો. હું આ રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરી લેતી. જોકે આવું વધારે વખત નથી થયું, પરંતુ જ્યારે પણ આવું થયું છે ત્યારે મેં આવી જ રીતે પરિસ્થિતિને સંભાળી છે- જ્યાં હું ડોળ કરું છું કે એ હું સમજી નથી શકતી, તમે જે કહો છો.

મિનિષા ટૂંક સમયમાં રાજ આશુની 'કુતુબ મિનાર' માં જોવા મળશે
જ્યારે પૂછવામાં આવ્યું કે તમે વસ્તુઓને લઈને કડક રીતે પ્રોફેશનલ રાખવા પર ભાર મૂક્યો હતો, ત્યારે શું તે લોકોએ તેને કામ માટે ફોન કરવાનું બંધ કર્યું હતું. મિનિષાએ આ સવાલનો જવાબ આપતાં કહ્યું, હા, એક-બે વખત આવું થયું અને ફરીથી એ પ્રોજેક્ટ્સ પર ક્યારેય વાત થઈ નહોતી. મિનિષા ટૂંક સમયમાં રાજ આશુની 'કુતુબ મિનાર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય કરણવીર બોહરા પણ લીડ રોલમાં છે.

2005માં 'યહાં'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું
મિનિષાએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી દીધી હતી. 2005માં સુજિત સરકારની ફિલ્મ 'યહાં'થી તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. એ સુજિતની પણ પહેલી ફિલ્મ હતી. મિનિષાની પોપ્યુલર ફિલ્મોમાં 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ', 'બચના એ હસીનોં' અને 'ભૂમિ' પણ સામેલ છે. 2014માં તે કન્ટેસ્ટન્ટ તરીકે કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો 'બિગ બોસ'ની 8મી સીઝનમાં જોવા મળી હતી. તે 'છૂના હૈ આસમાન', 'તેનાલી રામા' અને 'ઈન્ટરનેટ વાલા લવ' જેવી ટીવી સિરિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...